________________
આત્યંતર પરિણામ અવલોકન
૩૩૯
कीरई जिएण हेउहिं, जेणं तो भण्णए कम्म कम्म दव्वेहिं सम्मं, संजगो होई जो उ जीवस्स
सो बंधो नायव्यो, तस्स विओगो, भवे मुक्खो બંધથી મુક્ત થવા માટે જિનેશ્વર શ્રી મહાવીર સ્વામીને વંદન કરું છું. શ્રી વીર જિનેશ્વરને વંદન કરું છું કે જેમણે કાર્મણ વર્ગણાને સમૂળગી ઉચ્છેદી નાખી છે. જેણે તેને હેય જાણેલી છે. તેવા જિનેશ્વર કર્મ વિશે કહે છે કે :
કર્મ દ્રવ્યની એટલે કાશ્મણ વર્ગણારૂપી પુદ્ગલ દ્રવ્યની સાથે સંબંધ થવો તે બંધ. તેનો વિયોગ થવો તે મોક્ષ તે પછી બંધનમાં આવતો નથી અને એ ભવના અંતે મોક્ષે જાય છે.
૨૩
કેવળ સમવસ્થિત શુદ્ધચેતન
મોક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે
મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યગ્દર્શન. સતદેવ, સધર્મ અને સગુરુમાં દૃઢ શ્રદ્ધા થાય ત્યારે સમ્યગ્દર્શન થાય. દેશ આચરણરૂપે
તે પંચમ ગુણસ્થાનક. સર્વઆચરણરૂપે
તે છઠું ગુણસ્થાનક. અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ
તે સપ્તમ ગુણસ્થાનક. અપૂર્વ આત્મજાગૃતિ
તે અષ્ટમ ગુણસ્થાનક. સત્તાગત છૂળ કષાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે નવમ ગુણસ્થાનક સત્તાગત સૂક્ષ્મ કષાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે દશમ ગુણસ્થાનક સત્તાગત ઉપશાંત કષાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે એકાદશમ ગુણસ્થાનક સત્તાગત ક્ષીણ કષાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે દ્વાદશમ ગુણસ્થાનક
w
w
w
w
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org