________________
३४४
શિક્ષામૃત
અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ :અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીતિ કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્દગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તો.
૨૬ સ્વપર ઉપકારનું મહત્કાર્ય હવે કરી લે ! ત્વરાથી કરી લે! અપ્રમત્ત થા-અપ્રમત્ત થા. શું કાળનો ક્ષણવારનો પણ ભરૂસો (ભરોસો) આર્ય પુરુષોએ કર્યો છે? હે પ્રમાદ ! હવે તું જા, જા. હે બ્રહ્મચર્ય ! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. હે વ્યવહારોદય ! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત. હે દીર્ઘસૂત્રતા ! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઇચ્છે છે ?
એટલે તરત નિર્ણય નહીં લેવો. કોઈના સ્વભાવમાં એવું હોય કે તરત નિર્ણય લઈ લેવા પણ એવું ન હોવું જોઈએ. અહીં તો દરેક દૃષ્ટિએ વિચારીને ચાલવું એનું નામ દીર્ઘસૂત્રતા.
હે બોધબીજ ! તું અત્યંત હસ્તામલકવત્ વર્ત, વર્ત.
એટલે હાથમાં કોઈ વસ્તુ હોય અને તે જેમ સહજ પણે દેખી શકાય તેમ છે બોધબીજ તું પણ એમ સહજ રૂપ થઈ જા. તેમ વર્ત.
હે જ્ઞાન ! તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક. હે ચારિત્ર! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. એ ક્યારે થાય ? હે યોગ ! તમે સ્થિર થાઓ, સ્થિર થાઓ. હે ધ્યાન ! તું નિજસ્વભાવાકાર થા, નિજસ્વભાવાકાર થા.
આત્માના સ્વભાવના આકારવાળું થઈ જાય ત્યારે એ ધ્યાન કહેવાય. અત્યારે તો ધ્યાનમાં કંઈક વિચાર આવતા હોય.
હે વ્યગ્રતા ! (આકુળતા) તું જતી રહે, જતી રહે. હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય !
કોઈ કષાય હજી થોડા થોડા રહ્યા છે. કયા ? ક્રોધ, માન, માયા, લોભ. કયા ? પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની, સંજ્વલન એ બધા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org