________________
૩૩૮
શિક્ષામૃત તેવું પરાક્રમ છે? અપ્રમત્ત શૂરવીર થી તારામાં આત્માનું એટલું વીર્ય છે ? એમાં કંઈ શંકા ન કર અને શૂરવીર થા. અપ્રમત્ત દશા રાખ. તેટલું આયુષબળ છે? શું લખવું? શું કહેવું? અંતર્મુખ ઉપયોગ કરીને જો.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૦ હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. '
આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. જનમ અને મરણ કરે છે.
તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.
સમ્યગ્દર્શનને કહે છે કે તારી કૃપાથી ભાગ્યશાળી થવાનો માર્ગ હાથમાં આવ્યો.
છે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.
હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.
કુંદકુંદાદિ એટલે કુંદકુંદાચાર્ય ખરા પણ તેમના ઉપરાંત બીજા આચાર્યો પણ ખરા !
સમ્યક્દર્શનને નમસ્કાર કર્યા; વીતરાગ દેવોને કર્યા, કુંદકુંદાદિ આચાર્યોને કર્યા અને એની સાથે સોભાગભાઈને બેસાડી દીધા છે. એટલે સોભાગભાઈની સ્થિતિ કેવી સમજવી ?
હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી (કૃપાથી) આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર
बंधविहाण विमुक्कं, वंदिअ सिरिवद्धमाणजिणचंदं सिररिवीर जिणं वंदिअ, कम्म विवागं समासओ वृच्छं,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org