________________
આત્યંતર પરિણામ અવલોકન
૩ ૨૯
ભરતક્ષેત્રમાં અત્યારે ઓછા પુણ્યવાળા લોકો-જીવો છે :
તેને લીધે પરમ સત્સંગ, સત્સંગ કે સરળ પરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે, એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે.
૩૯
મીનદશા ધારણ કરવી ?
વ્યવહારનો ઉદય એવો છે કે તે ધારણ કરેલી દશા લોકોને કષાયનું નિમિત્ત થાય તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં.
આસપાસના લોકો, જેની સાથે પૂર્વકર્મને કારણે સંગ છે એવા લોકોને કષાય ભાવ જાગૃત થાય, તે ન થાય તેમ વ્યવહાર કરવો શક્ય નથી. તો શું કરવું?
ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવો? તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમ કે તેવી કંઈક સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, ઉદયથી કે પરેચ્છાથી કે સર્વજ્ઞ દૃષ્ટિથી, એમ છતાં પણ અલ્પકાળમાં આ વ્યવહારને સંક્ષેપ કરવા ચિત્ત છે.
તે વ્યવહાર કેવા પ્રકારે સંક્ષેપ થઈ શકશે? કેમ કે તેનો વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપારસ્વરૂપે, કુટુંબપ્રતિબંધ, યુવાવસ્થા-પ્રતિબંધ, દયાસ્વરૂપે, વિકારસ્વરૂપે, ઉદયસ્વરૂપે એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે.
હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળદર્શનસ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે. - પરમ કૃપાળુદેવ એમ કહેવા માંગે છે કે “જેમણે સાધના યથાર્થપણે કરી તેઓએ અનંતકાળથી જે આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું ન હતું તેને અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે. એટલે કે કેવળજ્ઞાનકેવળદર્શન સ્વરૂપે સ્થિતિ કરી છે.”
તો પછી વર્ષ છ માસ કાળમાં આટલો આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઈ શકે? માત્ર જાગૃતિના ઉપયોગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયોગના બળને નિત્ય વિચાર્યેથી અલ્પકાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. તો પણ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે, એમ માનું છું, કેમ કે વીર્યને વિશે કંઈ પણ મંદ દશા વર્તે છે. તે મંદ દશાનો હેતુ શો ?
અજાગૃતિ અને પ્રમાદને કારણે વ્યવહાર છે. પણ ઉપયોગના બળ વડે પુરુષાર્થ કરવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org