________________
૨૯ ૨
શિક્ષામૃત
૨૯. વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજુ છે, તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારું ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયેલ છે.
૪૪. ક્યારેય પણ બાદર અને બાહ્યક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી, કારણ કે અમારા આત્માને વિશે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્નેય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં.
૫૧. હજી પણ શંકા કરવી હોય તો કરવી; પણ એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીનાં જે પાંચ પદ (જીવ છે, તે નિત્ય છે, તે કર્મનો કર્યા છે, તે કર્મનો ભોક્તા છે, મોક્ષ છે) તે છે; અને મોક્ષનો ઉપાય પણ છે.
કક. સમ્યકત્વ અચોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે :- સમકિત બોલે છે. સમકિતને વાચા હોય ? એને જીભ હશે ? પાછું અવળું બોલે છે. સમક્તિ પોતાનું અહંપણું બતાવે છે એમ નથી.
‘મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તો પણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તો પણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તો પણ અર્ધપુદ્ગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે ! અર્થાત્ અહીં સમ્યકત્વની મહત્તા બતાવી છે.
૧૭. સમ્યક્ત્વ કેવળજ્ઞાનને કહે છે :- “હું જીવને મોક્ષે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું અને તું પણ એ જ કાર્ય કરે છે; તું તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી, તો પછી તારા કરતાં મારામાં ન્યૂનતા શાની? એટલું જ નહીં, પરંતુ તને પામવામાં મારી જરૂર રહે છે.”
સમકિત ન હોય તો કેવળજ્ઞાન થાય નહીં એ વાત અહીં કૃપાળુદેવે વિશિષ્ટ શૈલીથી કહી છે.
૭૩. જ્ઞાનીના માર્ગને વિશે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે અભાવના હેતુએ કરી કર્મબંધ ન થાય. તો પણ દરિયાપથ'ને વિશે વહેતાં ઇરિયાપથ'ની ક્રિયા જ્ઞાનીને લાગે છે; અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ તે ક્રિયા લાગે છે.
એટલા માટે પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org