________________
આત્યંતર પરિણામ અવલોકન
૩૨૫
આજનો દિવસ મારો ધન્ય છે એમ કૃપાળુદેવ પોતાની ડાયરીમાં લખે છે કારણ કે મને અપૂર્વ શાંતિ આજે પ્રગટ થઈ છે. અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ ન પ્રગટી હોય તેવી. “દશ વર્ષે રે ધારા ઊલસી” – દશ વર્ષ થઈ ગયાં, મહેનત કરતાં, ત્યારે આ ઉલ્લાસમય ધારા પ્રાપ્ત થઈ છે. અને તેથી “મો ઉદયકર્મનો ગર્વ રે.”
ઉદયકર્મ તો બધાને આવે; જ્ઞાનીને પણ આવે અને અજ્ઞાનીને પણ આવે. પણ એ ભોગવતાં, અજ્ઞાનીને નવાં કર્મ બંધાય છે. ત્યારે જ્ઞાનીને નિર્જરા થાય. એ ઉદય કર્મ ભોગવે પણ એને નવાં કર્મ ન બંધાય. એટલે એનો ગર્વ મટી ગયો. ઉદયકર્મથી આજ સુધી હારતા હતા તે એનો ગર્વ મટી ગયો.
ઓગણીસસે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે;
ઓગણીસસેં ને બેતાલીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય ઓગણીસસો ને એકત્રીસની સાલમાં, (એમનો જન્મ થયો હતો ઓગણીસસોને ચોવીસની સાલમાં,) એટલે જ્યારે એમને સાત વર્ષ પૂરાં થયા ત્યારે એમને પૂર્વભવનું જ્ઞાન થયું હતું. સ્મશાનમાં, બાવળ ઉપરથી, ચિતાને બળતી જુએ છે અને એ સાત વર્ષના છોકરાને એમ થાય કે અરે ! આ કાલે હાલતા ચાલતા હતા, અને આજે, લાકડાને બાળે એમ, એને બાળી નાંખે છે. આ શું છે ? એમાં વિચારે ચઢયા તો પોતાના પૂર્વભવનું એમને જાણે તાદશ જોતાં હોય તેવું જ્ઞાન થયું.
પછી ઓગણીસસો ને બેતાલીસમાં એટલે ૧૮ વર્ષની ઉંમરે ખભા પર ખેસ નાંખીને બેઠા છે, જામનગરી પાઘડી બાંધી છે ને લાંબો કોટ પહેર્યો છે, ત્યારે એકદમ એવો વૈરાગ્ય આવ્યો; ખસ્યો ખસે નહીં એવો એ વૈરાગ્ય હતો.
ઓગણીસસેં ને સુડતાલીસે, સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે;
શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય ત્રેવીસ વર્ષ પૂરાં થયાં, ત્યાર પછી ૨૪મું વર્ષ બેસે એ વચમાં એમને શુદ્ધ સમક્તિ પ્રકાશ્યગ્રંથિભેદ થયો, અને આત્માનો અનુભવ થયો, એટલે શુદ્ધ સમકિત પ્રકાશ્ય. આત્મસિદ્ધિની ૧૧૦, ૧૧૧ અને ૧૧૨ કડી લખી તે સમકિતની છે. એથી શ્રુતજ્ઞાન એટલે જે વાંચ્યું હતું. તેનાથી અને ધ્યાન કરવાથી અનુભવ દશા એમ ને એમ વધતી ચાલી. “નિજ સ્વરૂપ અવભાસ્યું રે” પોતાને આત્માનો ઉઘાડ થયો. આત્માનો સાક્ષાત્કાર થયો.
ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે;
જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે. ધન્ય એમાં કોણ જાણે શું બન્યું, એવો ઉદય આવ્યો કે પ્રવૃત્તિ એમ ને એમ વધતી જં ચાલી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org