________________
૩ ૨૬
શિક્ષામૃત
પરિગ્રહ પણ વધ્યો અને પ્રપંચ પણ વધ્યો. એને જેમ જેમ હડસેલીએ તેમ તેમ ઓછો ન થયો પણ એ વધતો જ ગયો, વધતો જ ગયો. એકમંચ પણ ઘટે નહીં, પણ વધે.
વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે;
ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય પ્રવૃત્તિ વધતી જ ગઈ પણ હવે કાંઈ જાણે ઓછું થયું હોય એમ દેખાય છે. એટલે તેઓ કહે છે કે “ક્રમે કરીને એ પ્રવૃત્તિ સાવ ઓછી થઈ જશે એમ મારા મનમાં હવે ભાસે છે-લાગે છે.”
યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે;
થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય હવે મારા ચિત્તમાં એમ લાગે છે કે સત્ય ધર્મનો, શ્રી મહાવીર ભગવાનના સનાતન ધર્મનો, ઉદ્ધાર મારાથી થશે- અવશ્ય આ દેહથી થશે, એમ હવે મને ચોક્કસ લાગે છે.
આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે;
કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય અપૂર્વ વૃત્તિ એટલે અંતરવૃત્તિનું અપૂર્વપણું. તેથી મારો અપ્રમત્ત યોગ એટલે અપ્રમત્ત ગુણસ્થાનક-મન, વચન, કાયાનાં સ્થિર યોગ એ ચોક્કસ મને પ્રાપ્ત થશે. અને કેવળ લગભગની ભૂમિકાને સ્પર્શીને મારો આ દેહ પડશે, એમ મને હવે લાગે છે. ,
અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે;
તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય અંદર જોઉં છું તો હવે કર્મનો ભાગ થોડોક જ બાકી રહે છે. બહુ ઝાઝાં કર્મ નથી. એટલા માટે એક દેહ ધારીને સ્વરૂપનાં સ્વદેશમાં એટલે મારા પોતાના દેશમાં-સ્વભાવમાં મોક્ષમાં, સિદ્ધાલયમાં હું જઈશ, એમ કૃપાળુદેવ લખે છે.
૩૭ શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યો-ગૃહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘકાળ સુધી મૌન આચર્યું.
મહાવીર ભગવાન ત્રીસ વર્ષ ઘરમાં રહ્યા હતા. ૨૮મે વર્ષે એમનાં માતા-પિતાનો સ્વર્ગવાસ થયો. ત્યારબાદ બે વર્ષ એમના મોટાભાઈના કહેવાથી ઘરમાં રહ્યા. પણ ત્યારે એમને કોઈ ઓળખતું હશે કે આ તીર્થંકર છે ? એટલે ‘અપ્રસિદ્ધ પદ રાખી” અંદર તો એમની દશા હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org