________________
આત્યંતર પરિણામ અવલોકન
૩ ૨૩
૨૪
જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વશે કહ્યું છે તે સત્ય છે.
‘સમય’ તો એટલો સૂક્ષ્મ કાળ છે કે આપણે એક મટકું મારીએ એમાં તો કેટલા બધા ‘સમય’ ચાલ્યા જાય. હવે જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા જ્ઞાનીઓને સમયે સમયે અનંત સંયમ પરિણામ વર્ધમાન થાય છે.
તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. એ શાંતરસ પ્રત્યે સ્થિર થાય છે. જેટલું સ્થિર થવાય એટલો આપણો સંયમ વધતો જાય છે. આંતરિક
સંયમ.
શ્રી તીર્થકર આત્માને સંકોચવિકાસનું ભાજન યોગદશામાં માને છે, તે સિદ્ધાંત વિશેષે કરી વિચારવા યોગ્ય છે.
જ્યાં સુધી જન્મ મરણ છે ત્યાં સુધી આત્માના પ્રદેશોનો સંકોચ વિકાસ થાય છે. કીડીમાં કીડી જેટલી અવગાહના રહે અને હાથમાં હાથી જેટલી અવગાહના રહે. જન્મ મરણ મટી ગયા. મોક્ષે ગયા. ત્યારે તો એને છેલ્લો ભવ હોય તે વખતના દેહની જેટલી અવગાહના હોય તેના ૧ ૩ અંશે ઊણું એટલી જગ્યા એ સિદ્ધશિલામાં રોકે.
૨ ૩ એટલે ઋષભદેવને ૫૦૦ ધનુષની કાયા હતી, એટલે ૫00 x ૨/૩ = ૧OOO૩ ધનુષ. મહાવીર સ્વામીની ૭ હાથની કાયા હતા તો ૭ X ૨/૩ = ૧૪/૩ = ૫ હાથમાં થોડી પૂન એટલી જગ્યા એ સિદ્ધશિલામાં રોકે, હવે ક્યાં ૫૦૦ ધનુષ્ય અને ક્યાં પાંચ હાથ. છતાં બંનેનું સુખ સરખું હોય તો આપણને પ્રશ્ન થાય કે કેવી રીતે બધા ત્યાં સમાઈ શકતા હશે ? તો કહે કે અહીં અત્યારે આ દીવાનો પ્રકાશ છે, અહીં બીજા પાંચ દીવા મૂકીએ તો તેનો પ્રકાશ પણ આ પ્રકાશમાં સમાઈ જાય. હવે તેમાં કયો પ્રકાશ કોનો છે એ દેખાય નહીં, છતાં દરેક દીવાના પ્રકાશ સ્વતંત્ર છે. એમ જ સિદ્ધશિલામાં સિદ્ધાત્માઓની અવગાહના રહેલી છે.
૨૬
ધ્યાન રાખો. આમાં જે ધ્યાન કરે છે એમાં શુદ્ધ આત્માનું. શુદ્ધ આત્મા કેવો હોય ? સિદ્ધનો આત્મા કેવો હોય કે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણી શું દશા હોય એ ધ્યાનમાં વિચારવા માટે પોતે આ પ્રમાણે ધ્યાન કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org