________________
આત્યંતર પરિણામ અવલોકન
૩ ૨૧ દેખાય. જેને આખો દિવસ જે રટણ હોય એવી સ્થિતિ હોય. જે ક્રિયાને વિશે રંગ લાગે છે એવી સ્થિતિ હોય.
ત્રીસ મહા મોહનીયનાં સ્થાનક શ્રી તીર્થકરે કહ્યાં છે તે સાચાં છે.
સંગમાં રહેવું નહીં, કારણ કે મોહનીયનાં ત્રીસ સ્થાનક કહ્યાં છે, એ વર્જવાં જોઈએ. પરંતુ આપણે તો એમાં જ ભર્યા પડ્યા છીએ. ડૂળ્યા છીએ.
અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મુંઝાયા નથી, તે જ પરમાત્મા છે.
બ્રહ્મચર્યને કેટલું બધું મહત્ત્વ આપ્યું છે ! એટલે એ પાંચ મહાવ્રતમાં એ વ્રત ઘણું કઠિન મનાયું છે. એથી દેવગતિ તો થાય જ, પણ પછી કેટલાક મોક્ષ તરફ પ્રયાણ કરે અને કેટલાકને પરિભ્રમણ પણ થાય. સમજીને આ રસ્તે જનારા હોય તો દેવગતિ એ વચમાં વિસામો લેવાનો છે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજસાહેબ એમ કહે છે કે જે આખો દિવસ ચાલ્યો હોય એણે રાત્રે વિસામો લેવો જોઈએ. એવી રીતે આત્માને વિસામો લેવાનું સ્થાન દેવગતિ છે. પણ કેવા જીવોને-સમ્યક્દૃષ્ટિ જીવોને. બીજાને નહીં. સંસાર તરફનું પાછું એનું પ્રયાણ તો ચાલુ જ હોય.
૨૦
કૃપાળુદેવે પોતાના આત્માની, પોતાની પરિણતિથી પોતે જ જે વાતો કરી છે એ આપણને પણ ઉપયોગી થાય પણ તેમાં સાધકની દશાનો વિચાર કરવો જોઈએ. દરેકની દશા, પરિણતિ, ઉદય કર્મો બધું જુદું જુદું હોય છે. આ દશા પ્રાપ્ત હોય એવા અમુક જ જીવો છે કે જે આના ઉપર અત્યારે વિચાર કરીને પ્રગતિ કરી શકે. એવા અધિકારી જીવો પાસે જ તે રજૂ કરાય.
કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી,
જાણે કોઈ વિરલા યોગી, કોઈ બ્રહ્મરસના ભોગી. કોઈ કોઈ વિરલા આ જાણે છે. બધાને આની ખબર નથી.
૨૧
૨-૨-૩માં – ૧૯૫૧ પોષ વદ બીજે ૧૯૫૧ને દિવસે આ નોંધ કરી છે. (૨જી તિથિ એટલે બીજ, રજો પક્ષ એટલે શુકલ અને કૃષ્ણ પક્ષ એટલે વદ, ૩મા એટલે ત્રીજો મહિનો પોષ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org