________________
આત્યંતર પરિણામ અવલોકન
૩૧૯ જાણે. જ્ઞાન થયું હોય એથી જ અજ્ઞાન નાશ પામે. એ માર્ગ પકડે તો અજ્ઞાનનો નાશ થાય. અજ્ઞાન એટલે અંધારું. આપણને બે આંખો છે, છતાં આપણે આંધળા છીએ. જ્ઞાન થાય તો દેખતા થઈએ.
જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક;
નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આ કડી એમ કહે છે કે જેણે પોતાના આત્માને જાણ્યો, તેને આખા જગતનું, ચૌદ રાજલોકનું જ્ઞાન થયું. ચૌદ પૂર્વધારી હોય પણ અંશે ન્યૂન એટલે આત્માનો અનુભવ કે જાણપણું ન હોય તો એને સબ જાન્યો તે ફોક. જે જે જાણ્યું તે બધું ફોક છે નકામું છે. એનું જ્ઞાન એના જન્મ મરણ ટાળનારું નથી.
એહિ દિશાકી મૂઢતા, હું નહિ જિનર્ષે ભાવ;
જિનમેં ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુઃખદાવ. જેના ભાવમાં દિશામૂઢતા છે. મોહનીય કર્મ એ મૂઢતા છે-દિશા ભ્રમ છે-દર્શન મોહ છે. એટલે શું ? તો કહે કે પૂર્વ તરફ એક ગામ આવ્યું છે, ત્યાં જવું છે પણ પશ્ચિમ તરફ ચાલવા માંડ્યું છે. પશ્ચિમ દિશાને જ પૂર્વ દિશા છે એમ તે માને છે, એ ભ્રમ છે. એ ભ્રમ કયો છે ? તો કહે છે કે “આ દેહ જ હું છું’ એમ જે માને છે તે. હું કોણ છું તેની તેને ખબર નથી. પરમાત્મા કેવા હોય એની એને ખબર નથી. જ્યાં સુધી આ દિશાની મૂઢતા જશે નહીં અને સાચો ભાવ પ્રગટ થશે નહીં ત્યાં સુધી આ જનમ મરણનાં દુ:ખ મટવાનાં નથી.
વ્યવહારસે દેવ જિન, નિચેસે છે આપ;
એહિ બચનમેં સમજ લે, જિનપ્રવચનકી છાપ. પહેલાં ભગવાનને એટલે અરિહંતદેવને ઓળખવા પડશે. ઓળખવા એટલે જાણવા પડશે કે એના કયા ગુણ અને લક્ષણ છે. એણે કયા ગુણ પ્રાપ્ત કર્યા છે, અને કયા દોષ કાઢ્યા છે, એ બરાબર સમજવું જોઈશે. એવા જ આપણા આદર્શો હોવા જોઈએ. લક્ષ હોવું જોઈએ. આપણે જિન થવું છે તો જે થવું છે એ કેવા હોય એ પહેલાં જાણવું જોઈએ. એ જાણ્યા પછી એમણે જે કર્યું એ પ્રમાણે કરવું જોઈએ. એક વખત એ પણ આપણા જેવા જ હતા. એમને પણ કર્મ હતાં, જન્મ મરણ હતાં. એ કેવી રીતે મોક્ષે ગયા એ જાણ્યા પછી, એનો માર્ગ જાણ્યા પછી એ પ્રમાણે ચાલવું જોઈએ. આધાર કોન ? સર્વજ્ઞ દેવનો- અરિહંત દેવનો આધાર.
‘
નિચૈસે હૈ આંપ' - એ વ્યવહારથી જ્યારે પોતાનો આત્મા પ્રગટ થઈ જાય ત્યારે નિશ્ચયથી આપણે પોતે જ ભગવાન થઈ જઈએ. “એહિ બચનમેં સમજ લે, જિનપ્રવચનકી છાપ.” આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org