________________
૩ ૨૦
શિક્ષામૃત
વચન એવાં છે, જેણે નિશ્ચયથી યથાર્થ રીતે અનુભવથી વર્ણન કર્યું છે એ જિનપ્રવચન છે. એ જિનપ્રવચનની છાપ છે એટલે કાંઈપણ સંશય રાખ્યા વગર, તારા મનમાં એને અવધાર અને એ જ પ્રમાણે પુરુષાર્થ કર
એહિ નહીં કલ્પના, એહી નહીં વિભંગ;
જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ. આ કંઈ કલ્પના નથી અને આ તો અનુભવની વાત છે. તેમ આ વિર્ભાગજ્ઞાન પણ નથી. વિર્ભાગજ્ઞાન એ અજ્ઞાનનો ભાંગો છે. અજ્ઞાન એ પણ જ્ઞાન જ છે, પણ અસમ્યકજ્ઞાન છે, ખોટું જ્ઞાન છે, સાચું નહીં. તમારો આત્મા જ્યારે જાગશે, યથાર્થ સમજશે, મનમાં પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરશે તબ લાગેંગે રંગ, ત્યારે તમને એનો રંગ લાગશે કે આપણે પરમેશ્વર થવું છે, એટલે જેને રંગ લાગે તે પુરુષાર્થ કરે તો એ પણ ભગવાન થઈ શકે છે, ભલે ને બે, ત્રણ ભવે; એટલે કે આ ભવ, એક દેવનો ભવ અને ત્રીજો-એટલે ત્રીજા ભવે તો એ મોક્ષે જાય, ત્યાં સુધી આ કાળમાં પહોંચી શકાય છે. અત્યારે મોક્ષ નથી એવાં વાક્યો સાંભળીને આપણને દોડવું હતું અને ઢાળ મળ્યો, એમ માનીને બેસી રહેશો નહીં.
૧૯ કૃપાળુદેવ પોતે પોતાના માટે કહે છે. છતાં આ વાત આપણને બધાને લાગુ પડે એવી છે. માટે તેના પર વિચાર કરો.
તે દશા શાથી અવરાઈ ? અને તે દશા વર્ધમાન કેમ ન થઈ? લોકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રી આદિ પરિષહનો જય ન કરવાથી.
આત્મજાગૃતિ રૂપ દશા પર આવરણ કેમ આવ્યું ? લોકના પ્રસંગથી. તેથી એ વધારે અવરાઈ. કુટુંબીઓનો સંગ, સગાઓ, મિત્રોનો સંબંધ થવાથી, માનનું પોષણ થાય એવી ઇચ્છાથી, જ્ઞાન પ્રત્યે અજાગૃતપણું થવાથી તેમજ પુરુષવેદના ઉદયને કારણે સ્ત્રીપરિષહનો જય ન થવાથી. આત્માનું બળ-જાગૃતિ રૂપી બળ ઓછું પડવાથી.
જે ક્રિયાને વિશે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય છે, એવો જે જિનનો અભિપ્રાય તે સત્ય છે.
જ્યાં આપણને રંગ લાગે ત્યાં સ્થિતિ થાય. એમાં પોતે તો ઘણું લખ્યું છે. ત્યાં સુધી કહ્યું છે કે માણસ ટોપીનો વ્યાપાર કરતો હોય અને ટોપી, ટોપી કરતો હોય તો એને આત્મા ટોપી જેવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org