________________
૩૧૮
શિક્ષામૃત
રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ;
ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. જિનેશ્વર ભગવાને, અરિહંત દેવે જે કહ્યું છે તેમાં બધા દર્શનો આવી જાય છે. અરિહંત એટલે અંદરના દુશ્મનો જેણે કાઢયા છે એ. એમાં ક્યાં જૈનનું નામ આવે છે ? અરિહંત દેવએની રચના કેવી છે ? કે ત્રણે કાળમાં પરમ ઉત્તમ, અને બીજાં દર્શનોની સાથે સરખાવતાં પણ સવગી છે. બીજાં દર્શનોએ એક, એક અંગ પકડ્યા છે, એક, એક નય પકડ્યા છે, પણ જૈન દર્શને બધા નન્ય પકડ્યા છે. જૈન દર્શન કહે છે કે આ હિન્દુ ધર્મ કહે છે એ સાચું છે પણ તે એક અપેક્ષાએ. બૌદ્ધ દર્શન કહે છે એ પણ સાચું, પણ તે એક અપેક્ષાએ. અને એ બધાં અંગોને જૈન દર્શન જુદી જુદી અપેક્ષાએ માને છે. એટલે સાચી જે દૃષ્ટિ આવવી જોઈએ એ આવે છે
‘ઈનમેં સબ મત રહિત છે:- જેમ આંધળા માણસો હાથીને જુએ તો જેના હાથમાં પૂંછડી આવી એ કહે કે હાથી દોરડા જેવો છે. જેના હાથમાં પગ આવ્યો તે કહે કે હાથી થાંભલા જેવો છે. જેના હાથમાં પેટ આવ્યું તે કહે કે હાથી દિવાલ જેવો છે. જેના હાથમાં કાન આવ્યા તે કહે છે કે હાથી સૂપડા જેવો છે. જેના હાથમાં લૂંટ આવી તે કહે કે હાથી સાંબેલા જેવો છે. આ પ્રમાણે બધા મત છે. ત્યારે જૈન ધર્મ તે બધાથી ઊંચો છે. જે દેખતો માણસ છે. જે જુએ છે તેને તો ખબર પડે કે હાથી કેવો છે. તે કહે કે તમે બધા અંશે સાચા છો, પણ સર્વાગે બીજું છે. એના જેવું છે.
અમારા ગુરુ પૂ. છોટાભાઈ આમ હસાવે કે જુઓને લાડચંદભાઈ એકનો પગ લીધો, આનો કાન લીધો, આની પૂંછડી લીધી, આની સૂંઢ લીધી, પેટ લીધું, એ બધું ભેગું કરીને “સબસે બડે હમ.” આ જૈન દર્શન એવું છે.
આગળ કહે છે કે “કરતે નિજ સંભાલ” - બધા મત એની અંદર આવી જાય છે. અને એ મતની દૃષ્ટિએ પોતાની સંભાળ કરી શકે છે.
જિન સો હી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ;
કર્મ કરે સો જિન વચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ. જિન એટલે સર્વાગે શુદ્ધ સંપૂર્ણ આત્મા. એ સિવાયનું જે કાંઈ છે એ કર્મ જ છે. એટલા માટે જ આપણે અત્યાર સુધી જનમ મરણ કરીએ છીએ. તો કર્મનો નાશ કોણ કરે છે? તો કહે છે કે જિનેશ્વર ભગવાનનાં વચન. જિનેશ્વર ભગવાનનાં વચન યથાર્થ આપણે સમજીએ તો આપણાં કર્મોનો નાશ અવશ્ય થાય. તત્ત્વજ્ઞાનીઓ આ જાણે છે. એનો આ મર્મ છે. જે પંડિતો કાશીમાં ભણ્યા છે, વ્યાકરણતીર્થો, ન્યાયવિશારદો બધા છે, એમના હાથમાં શાસ્ત્રો ફરે છે પણ એ એનો મર્મ યથાર્થ સમજી શકતા નથી. એ કોણ જાણે ? જે અનુભવી હોય તે જાણે. જેને જ્ઞાન થયું હોય એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org