________________
૩૧૬
શિક્ષામૃત
કોઠીમાં દસ મણ દાણા કે ચોખા ભર્યા હોય અને રોજ કિલો, કિલો કાઢતા હોઈએ તો એ બસો દિવસે પૂરા થાય કે નહીં ? ઉપરથી નાંખવાનું તો છે નહીં. આ તો એક કિલો ઓછું થાય ત્યારે પાછું પાંચ કિલો જેટલું બાંધીએ છીએ. એ જૂના કર્મો ભોગવતાં, ભાંગવતાં નવાં કર્મો બાંધીએ છીએ. સુખ હોય ત્યાં અહંકાર થાય કે મારા જેવો સુખી કોઈ નહીં, મોજ શોખમાં જ રાચે, દુઃખ હોય તો દુ:ખનાં રોદણાં રડે.
મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.” વસ્તુ ત્રણ કઈ ? સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યકુચારિત્ર. એ પ્રાપ્ત થાય. અને જેના ફળરૂપે મોક્ષ મળે તે સાચું સુખ મળે.
હે જીવ ! હજી તું કેમ ઇચ્છે છે ? આપણે કાંઈ ઇચ્છીએ છીએ ? લાખ હોય, અને પાંચ લાખ થાય તો સારું એમ ઇચ્છે છે. અને પાંચ લાખ હોય એ પચ્ચીસ લાખ ઇચછે છે. અને પચ્ચીસ લાખ હોય એ પચાસ લાખ ઇચ્છે છે. અને પચાસ લાખ હોય એ એમ ઇચ્છે છે કે એક કરોડ થાય તો સારું. પણ કૃપાળુદેવ કહે છે કે “હે ઇચ્છા દુઃખ ભૂલ.' તો ઇચ્છા બિલકુલ ન થાય. કોઈ વસ્તુ માટે ઝાંવા ન મારીએ એવું થાય ખરું ? તો જો એવું થાય તો દુઃખનાં મૂળ જાય. જ્યારે ઇચ્છાના નાશ થાય ત્યારે મિટે અનાદિ ભૂલ. આ ભૂલ ક્યારથી ચાલી આવે છે ? અનાદિથી. અને અનાદિથી આપણે જનમ-મરણ કરતાં આવીએ છીએ.
ઐસી કહૉસે મતિ ભઈ, આપ આપ હે નાહિ, આપનકું જબ ભુલ ગયે, અવર કહસે લાઈ. આપ આપ એ શોધસે, આપ આપમિલ જાય; આપમિલન નય બાપકો, ............
આવી બુદ્ધિ કાયમથી ચાલી આવે છે, એ અજ્ઞાનને લીધે છે. આપ આપ એ હું નથી એમ નથી કહતા પણ એમ કહે છે કે હું આ શરીર છું. આ શરીર એ આ ભવનું બાંધેલું છે. એનું નામ, એના સગાસબંધી, કુટુંબીઓ એ હું છું એમ માનીએ છીએ. અને હું કોણ છું એ ભૂલી ગયા છીએ.
‘આપનકું જબ ભૂલ ગયું, અવર કાંસે લાઈ.” પોતાને ભૂલી ગયો તો બીજું બધું ક્યાંથી આવ્યું. જે પોતાનું માન્યું એ આત્મા સંબંધી ઋણાનુબંધવાળા છે. પણ આત્માને ઓળખતો નથી આગલાના કુટુંબીઓના) પણ શરીરને ઓળખે છે અને પોતાના પણ શરીરને જ ઓળખે છે.
આ અધૂરું મૂક્યું છે. પોતાની શોધ કરો. તમે તમારાથી જરાય પણ દૂર નથી, પણ આ દુનિયા, દુનિયાની ચીજવસ્તુઓ અને તેમાં તમારા મોહને લીધે આ ભવના બધા સંબંધીઓને આપણા માન્યા છે. એ સિવાય આપણે કોઈ બીજા છીએ એને ગોતો, અને શોધો. તો શું થાય ? ‘આપ આપ મિલ જાય, તો ચોકકસ તમે પોતાને ગાતી શકશો. અને એક વખત ગાત્યા એટલ બસ આ ભવ સફળ થઈ ગયો. આપ મિલન નય બાપકો...' એમ કહીને બાકી રાખ્યું છે. પોત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org