________________
૩૧૪
શિક્ષામૃત
નિર્વિકલ્પ એટલે સંસારની પરિસ્થિતિની કોઈ અસર ન થાય તેવી સ્થિતિ, નિર્વિકલ્પ સ્થિતિ સાથે દ્રષ્ટા એટલે જે કાંઈ હોય, સામે આવે તેને શેયરૂપે જોવાની શક્તિવાળો. તેમાં જરાપણ ફેરફાર કે વિકાર નહીં કરવાવાળો ફક્ત ઉદાસીનપણે જોવાવાળો છું.
માત્ર દ્રષ્ટા છું. દ્રષ્ટા કોને કહેવાય કે આપણને કાંઈ થાય નહીં. જાણનાર, જાણવાવાળો દ્રષ્ટા સાક્ષી છું. આપણે ચાલ્યા જતા હોઈએ અને અકસ્માત થાય તો બધા “અરેરે” કરીએ. પણ આપણનેઆત્માને કંઈ થાય ? એવો આ આત્મા છે. આપણા બધાના શરીરને કાંઈ થાય, કુટુંબમાં કાંઈ થાય વેપારમાં નફો થાય કે નુકસાન થાય તો એ કાંઈ મારું નથી. હું માત્ર એનો દ્રષ્ટા છું. એમ થવું જોઈએ. પણ આપણે મોહમાં પડીને કેટલાં બધાં કર્મ બાંધીએ છીએ! કાંઈ ભેગું આવવાનું નથી. છતાં સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી સ્વાર્થની જ વાત છે, પરમાર્થની નહીં. જે અધ્યાત્મિક દશામાં છે એને તો પરીક્ષા ત્યાં થાય છે કે સ્વાર્થની ડિગ્રી કેટલી છે, અને પરમાર્થની કેટલી છે ? આવું થાય નહીં ત્યાં સુધી આગળ કેવી રીતે વધી શકાય? ઠીક, આપણે દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી અને ભાવથી હું કોણ છું? એવી કૃપાળુદેવે પોતે આપણા માટે નોંધ બનાવી છે, તેઓ તો આ દશા પામી ગયા છતાં આપણને ઉપકારભૂત થાય માટે કહી ગયા છે.
૧૨
મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિઓં સબ સરલ છે, બિનૂ સમજ મુશકીલ; યે મુશકીલી ક્યા કહું? ...
કૃપાળુદેવને પોતાને આ નોંધ લખતી વખતે ખૂબ ઉલ્લાસ આવે છે. શું કામ ? તો કહે “મારગ સાચા મિલ ગયા છૂટ ગયે સંદેહ, “સંદેહ શું ? હું કોણ છું ? મને કર્મ કેમ લાગે છે ? કર્મ ન બંધાય એની કોઈ રીત હશે ? આત્મા અમર છે કે કેમ ? આ બધા સંદેહ છૂટી ગયા. એક પણ સંદેહ ન મળે. બરાબર પોતાની ઓળખાણ થઈ ગઈ.
કર્મસહિત જે બધી પરવસ્તુ વળગેલી હતી, એ બધું જલી ગયું, એનો નાશ થયો. દેહને આત્માથી જુદો પાડી દીધો. એ જુદો છે. આપણે રોજ ગાઈએ છીએ પણ જેમ અસિ ને મ્યાન. તલવાર મ્યાનની અંદર હોય ત્યાં સુધી તે એક જ લાગે. મ્યાન એ જ તલવાર લાગે. પણ અંદરથી
જ્યારે જુદા કરે ત્યારે મ્યાન જુદું અને તલવાર જુદી હોય. એવી રીતે આ દેહ જુદો છે અને અંદર રહેલો આત્મા જુદો છે. એમ કાયમ આપણને લાગ્યા કરે, ત્યારે આપણે એ પ્રમાણે રહી શકીએ. ત્યારે “ભિન્ન કિયા નિજ દેહ” કહેવાય.
એ સમજાય ત્યારે સાવ સરળ છે કારણ કે પોતાના ઘરની વાત છે. અત્યારે તો એ પોતાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org