________________
આાંતર પરિણામ અવલોકન
૩૧ ૩
આ બધા મારા નહીં ? જેને હું મારા કરી બેઠો છું તે મારા નહીં ? તો કહે “હા.” હું એક છું, એકલો આવ્યો છું અને એકલો જવાનો છું.
અહીં તો સંગમાં મોહથી આપણે બધાને બહુ વળગેલા છીએ. ધારો કે બાજુમાંથી કોઈ એક માણસ ચાલ્યો જતો હોય, તે ચીંથરેહાલ હોય તો કાંઈ થાય ? અને તે આપણો પુત્ર હોય તો શું થાય ? ખૂબ મોહ આવે. પરંતુ આવી અસંગદશા બહુ મોડી આવે છે. એનો અર્થ એવો નહીં સમજતા કે અસંગદશા બહુ મોડે આવે છે તો અત્યારથી આપણે શું કરવું ? એ તો આંતરિક દશાની વાત છે. આપણે કર્મધારા અને આત્મધારાને જુદી પાડીએ અને અમૂક ભૂમિકાએ આવીએ ત્યારે એ અસંગદશા આવે છે.
શું પરભાવ ? કે આ શરીર છું, પત્ની એટલે મારી પત્ની, ભાઈ એટલે મારો ભાઈ, પુત્ર એટલે મારી પુત્ર, ઘર એટલે મારું ઘર, મોટર એટલે મારી મોટર, ઘરેણું એટલે મારું ઘરેણું, બેક બેલન્સ એટલે મારી બેંક બેલેન્સ આમ પરભાવથી ભરેલા છીએ કે પરભાવથી મુક્ત છીએ ? પરભાવથી મુક્ત રહેવું એમ કહે છે. કાંઈ આપણું નથી. એક સમય પણ સાથે આવતી નથી.
પછી ક્ષેત્રથી શું છે ? તે કહે છે :ક્ષેત્ર-અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું.
અસંખ્યાત પ્રદેશો છે અને નિજઅવગાહના એટલે મારી આ અંગૂઠાથી મસ્તકની ટોચ સુધી એટલું ક્ષત્ર હું રોકીને બેઠો છું. એના પ્રમાણમાં અવગાહના પામું છું. કાળથી શું છે ? તે કહે છે :
કાળ-અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું.
મારામાંથી કાંઈ ઘટતું નથી, હું અમર છું. મારે સદાયે રહેવાનું છે, મરવાનું નથી, કાયમ ટકનારો શાશ્વત છું. પોતાના સ્વભાવના પર્યાય અને એની પરિણતિવાળો છું. એમાં જ રહેવું જોઈએ. સમય એટલે આપણા ઉપયોગ. એ જ્યારે એક સમયવર્તી થાય, ત્યારે તો કેવળજ્ઞાન આવે. સંપૂર્ણ શુદ્ધ આત્મા સમયાત્મક છે. (હવે ભાવથી હું કોણ છું ? તે કહે છે)
ભાવ-શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.
શુદ્ધ એટલે જરાપણ ડાઘ નથી. બધા જ ડાઘ કાઢી નાખ્યા ત્યાર પછીની સ્થિતિ. ચૈતન્ય એટલે ? જીવતો જાગતો, ભાગી શકે, ચાલી શકે એવો. આ ટેબલ છે તે જડ છે. એ ચાલી શકશે ? એને ઉપાડીને મૂકવું પડશે. મોટર હોય તો પણ તેને ચલાવવી પડશે. એને ગેરેજમાં મુકવી હોય તો પણ ચલાવવી પડશે, કોણ ચલાવે છે ? ચૈતન્ય જે આત્મા તે, ચૈતન્યની આગળ શુદ્ધ શબ્દ છે. એટલે કે સ્વપરપ્રકાશક સ્થિતિમાં શુદ્ધપણે રહેલ. જ્ઞાનસ્વરૂપી ચૈતન્ય છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org