________________
આખ્યતર પરિણામ અવલોકન
૩૧૭
મળે. ન્ય તો ઘણા છે પણ બાપકો એટલે નિશ્ચય નયથી પોતાનો આત્મા એ પકડાઈ જશે ત્યારે બીજા નય બધા છૂટી જશે.
૧૪
હોત આસવા પરિસવા, નહિ ઈનમેં સંદેહ;
માત્ર દષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. આશ્રવ એટલે પાપ આવવાનાં ગરનાળાં. પાંચ ઇન્દ્રિયો, (હિન્દુ ધર્મ પ્રમાણે દસ ઇન્દ્રિયો) કષાય, યોગ વિગેરે બધાં પાપનાં ગરનાળાં છે. પાપ ત્યાંથી ચાલ્યું આવે છે. ક્યાં સુધીનું પાપ કહ્યું? તો કહે કે આજથી ચાર, પાંચ ભવ પહેલાં એક મિલ કરી હોય. હવે ત્યાર પછી ચાર ભવ ચાલ્યા ગયા. અત્યારે પાંચમો ભવ ચાલે છે. એ મિલમાં જે પાપ થયાં એનો હિસ્સો આપણને ચાલ્યો આવે. એ ક્યાં સુધી ચાલ્યો આવે ? આપણું અજ્ઞાન દૂર થાય ત્યાં સુધી એટલે સમ્યગદર્શન થાય, ગ્રંથિભેદ થાય ત્યારે બંધ થઈ જાય. એટલે પછી નવા કર્મ ન બંધાય. એ માટે આપણે જાગૃત રહેવું જોઈએ. એ આશ્રવનાં કાણાં, છિદ્રો આપણે પૂરી દેવા જોઈએ. વહાણમાં છિદ્રો હોય તો તેમાં પાણી ભરાય અને પાણી ભરાય તો વહાણ ડૂબે. એટલે વહાણ ન ડૂબે તે માટે કાણાં પૂરી દેવાં જોઈએ. એ જ આશ્રવનાં દ્વાર એ સંવર થઈ જાય છે. કૃપાળુદેવ એમ કહે છે કે એમાં કાંઈ શંકા નથી, માત્ર દૃષ્ટિકી ભૂલ છે. પરંતુ દૃષ્ટિની ભૂલ મટાડવી એમ સહેલી છે ?
દષ્ટિની ભૂલ શું ? આ દેહદૃષ્ટિ. આ દેહ એટલે હું. આ દેહનાં સગાં એટલે મારાં સગાં આ દેહની સંપત્તિ એટલે મારી સંપત્તિ. આ જ મિથ્યાત્વ છે. આ જ દર્શનમોહ છે. એ જ્યારે ચોથે ગુણસ્થાનકે આવે ત્યારે એને ગ્રંથિભેદ થાય. સમ્યગ્દર્શન પામે. પછી એ બધાં ગરનાળાં બંધ થાય. આગલાં કર્મ તો ખપે, પણ નવાં પણ કર્મ ઉદય ભોગવતાં છતાં ન બંધાય એવી કૂંચી હાથ આવે. એટલે નવાં કર્મ બંધાય નહીં. આપણે દર્શનમોહ ઉપર ઘા કરવાનો છે. દર્શનમોહને કાઢવાનો છે. એ રીત આપણે શીખવી જોઈએ. એ સહેલી વાત નથી. આ દુનિયાની જેટલી વળગણા છે એ બધી છોડી દેવી જોઈએ. છોડી દેવી એટલે જંગલમાં જવું એમ નહીં, પણ અંદરથી જેને આપણાં માન્યાં છે – મોહથી, માયાથી, એ મારાપણું છોડી દેવું જોઈએ. જ્યારે સમ્યગદર્શન થાય ત્યારે એ મટે...
આ ચર્મચક્ષુથી કાંઈ સાચું જણાતું નથી. એટલે દિવ્યદૃષ્ટિ, એ દિવ્ય નેત્રો મેળવવાં જોઈએ. એ દિવ્ય નેત્રો આવે એટલે દૃષ્ટિ સવળી થઈ જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org