________________
આત્યંતર પરિણામ અવલોકન
૩૧૧
(નેપથ્ય) એટલે આકાશમાં પાછી વાચા થઈ. “તમે એ સઘળાના અંતરમાં પ્રવેશ કરો. હું સહાયક થઉં છું. કોણ કહે છે ? જ્ઞાની વૃદ્ધ કહે છે કે આંતરિક રીતે તમે એની દશા પ્રાપ્ત કરતા જાઓ. ચાલો. ૪ થી ૧૧ + ૧૨ સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચઢતી લહરીઓ છૂટતી હતી.
જેમ જેમ ઉપલા ગુણસ્થાનકે આવે એમ આપણા આત્માનો આનંદ વધતો જાય. લહરીઓ છૂટતી જાય.
વધું શું કહીએ? મને તે બહુ પ્રિય લાગ્યું અને એ જ મારું પોતાનું લાગ્યું.
પ્રિય અને પોતાનું લાગ્યું. આ બધો ચળકાટ છે એ પોતાનો લાગે તો આ પોતાનું ન લાગે. આ તો અંદરની સમૃદ્ધિ છે.
વૃદ્ધ મારા મનોગત ભાવ જાણીને કહ્યું એ જ તમારો કલ્યાણમાર્ગ.
જ્ઞાનીએ મારા મનના વિચારો અને ભાવ જાણીને કહ્યું. તમારે મોક્ષે જવું હોય, કલ્યાણ કરવું હોય તો આ જ માર્ગ છે.
જાઓ તો ભલે; અને આવો તો આ સમુદાય રહ્યો.
તમારે ભાગી જવું હોય તો ભાગી જાઓ, અને અમારામાં ભળવું હોય તો અહીં આવી જાઓ. લ્યો, ચૌદ ગુણસ્થાનક. આને શું કહ્યું?
ઊઠીને ભળી ગયો. (સ્વવિચારભુવન, વાર પ્રથમ) અંદરનું પોતાનું. આ નાટકનો પહેલો અંક પૂરો થયો.
છેલ્લી સમજણ આપણી આવી હોવી જોઈએ. કાયાનું નિયમિતપણું,
કાયાનું નિયમિતપણું એટલે શું ? છ વાગે ઊઠે એટલે છ વાગે જ ઊઠે. એવી જ રીતે જમવાનો સમય, કામ કરવાનો સમય, અને સૂવાનો સમય એ નિયમિત હોય. કાયાનું નિયમિતપણું કેવું ? એ ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલે. એ વાત પુરુષો અમલમાં મૂકી શકે. બાકી જે સ્ત્રીઓનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org