________________
૩૧૦
પાંચમા ગુણસ્થાનકવાળો કાંઈક પુરુષાર્થ કરે છે,
બાકી ‘૪’ના પ્રમાણે છે. ‘૬’ સર્વપ્રકારે પ્રયત્ન કરે છે. પણ પ્રમત્તદશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે.
છઠ્ઠા ગુણસ્થાનકવાળા પ્રયત્ન કરે છે પણ પ્રમાદથી પુરુષાર્થ કરવામાં મંદતા આવી જાય છે. ‘૭' સર્વપ્રકારે અપ્રમત્તપ્રયત્ની છે.
શિક્ષામૃત
એ પૂરેપૂરો પુરુષાર્થ કરે છે.
‘૮-૯-૧૦’ તેના કરતાં ક્રમે ઉજ્જવળ, પણ તે જ જાતિના છે. ‘૧૧’ના અંકવાળા. (એટલે ૧૧મા ગુણસ્થાનકવાળા.) પતિત થઈ જાય છે માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે બારમે જ હું-હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું.
કોણ ? વૃદ્ધ માણસ કહે છે. જ્ઞાની કહે કે હમણાં હું ક્ષીણમોહગુણસ્થાનકે પહોંચવાનો છું. અને મને પણ કેવળજ્ઞાન થવાનું છે.
પરિપૂર્ણતા પામવાનો છું. આયુષ્યસ્થિતિ પૂરી થયે તમે જોયેલું પદ, એટલે સિદ્ધગતિ તેમાં એક મને પણ જોશો.
પિતાજી, તમે મહાભાગ્ય છો.
જ્ઞાનીને કહે છે. આવા અંક કેટલા છે ?
વૃદ્ધ :- ત્રણ અંક પ્રથમના તમને અનુકૂળ ન આવે.
૧, ૨, ૩ એટલે પહેલું, બીજું, અને ત્રીજું ગુણસ્થાનક એ નકામું છે.
અગિયારમાનું પણ તેમ જ.
ત્યાંથી પડાય છે માટે અનુકૂળ નથી.
‘૧૩-૧૪’ તમારી પાસે આવે એવું નિમિત્ત રહ્યું નથી.
તેરમા ગુણસ્થાનકવાળા અને ચૌદમા ગુણસ્થાનકવાળા તમારી પાસે આવે તેવું કોઈ કારણ તેમને રહ્યું નથી.
‘૧૩’ યત્કિંચિત્ આવે; પણ પૂર્વ કર્મ હોય તો તેઓનું આગમન થાય, નહીં તો નહીં. ચૌદમાનું આગમનકારણ માગશો નહીં, કારણ નથી.
૧૪ એટલે તો દેહ પડી જાય અને મોક્ષમાં જાય. એટલે એને આવવાનું કારણ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org