________________
આભ્યતર પરિણામ અવલોકન
૩૦૯
તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું. તમે સુખી છો, એ વાત ખરી છે શું ? તમારું પદ શું સુખવાળું ગણાય છે એમ ?
તમાંથી એકાદ જવાબ દે છે તે બધાને લાગુ પડે છે.
‘તમારું આમંત્રણ સ્વીકારવું, ન સ્વીકારવું એવું અમને કંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને પણ અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી. તમારા કલ્યાણને અર્થે અમારું આગમન છે.” એક વૃદ્ધ પુરુષે કહ્યું.
એટલા બધા હતા એમાંથી એક જ્ઞાની હતા ને મહાત્મા હતા તેમણે આ જવાબ આપ્યો.
કૃપા કરીને ત્વરાથી કહો, આપ મારું શું કલ્યાણ કરશો તે. અને આવેલા પુરુષોનું ઓળખાણ પાડો.
તેમણે પ્રથમ ઓળખાણ પાડી. આ વર્ગમાં ૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૨ એ અંક વાળા મનુષ્યો છે.
ચોથા ગુણસ્થાનકવાળા, પાંચમાં ગુણસ્થાનકવાળા, એમ ૬-૭-૮-૯-૧૦- ૧રમાં ગુણસ્થાનકવાળા અમ જુદી જુદી ભૂમિકાવાળા પુરુષો છે.
તે સઘળા તમે જે પદને પ્રિય ગણ્યું તેના આરાધક યોગીઓ છે.
તમારે જે મોક્ષ જોઈએ છે. જેને તમે પ્રિય ગયું, તમે વાલુ ગયું છે તેના આરાધક યોગીઓ છે. અહીં બેઠા છે ને તે બધા પણ યોગીઓ છે.
૪થી તે પદ જ સુખરૂપ છે, બાકીની જગત વ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. તે પદની અંતરંગની તેની અભિલાષા છે.
શેની ? સિદ્ધગતિની. પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી, કારણ કે થોડો વખત સુધી તેમને અંતરાય છે. અંતરાય શો ? કરવા માટે તૈયાર થાય એટલે થયું. વૃદ્ધ :- તમે ત્વરા ન કરો. જ્ઞાની કહે છે કે ઉતાવળ ન કરો. તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે, મળી જશે. ઠીક, આપની તે વાતને સમ્મત થઉં છું. વૃદ્ધ :- આ “પ'ના અંકવાળો એ કંઈક પ્રયત્ન પણ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org