________________
૩૦૪
કોઈ
એની સ્મરણશક્તિ કેવી હશે ! તો પણ તેને માટે તેને ગર્વ નથી. બોલાઈ જવાય છે, આવ્યો અને એની પાસે મોઢું ઊઘડી જાય છે એનો ખેદ છે.
શિક્ષામૃત
મુમુક્ષુ
તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષયપ્રતિ ઠેકાણું નથી. તે પુરુષ જો કે તીક્ષ્ણ ઉપયોગવાળો છે. તથાપિ તે તીક્ષ્ણ ઉપયોગ બીજા કોઈપણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી.
તીક્ષ્ણ ઉપયોગવાળો એટલે તીક્ષ્ણ રીતે અંદર જાગૃત છે, કે ક્યાંય કષાય કે નોકષાય કે રાગદ્વેષ ઊભા થતા નથી ને, તે ઉપયોગ પોતાને કાંઈ નુકસાન કરવામાં વાપરવાની ઇચ્છા ધરાવતો નથી.
કૃપાળુદેવે અહીં નાટક અને સંવાદની શૈલીએ ગુણસ્થાનકની સમજ માર્મિક રીતે આપી છે. એકવાર તે સ્વભુવનમાં બેઠો હતો.
તે એટલે કોણ ? કૃપાળુદેવ પોતે સ્વભુવનમાં બેઠા હતા. અંદર જ જોતા હતા.
જગતમાં કોણ સુખી છે, તે જોઉં તો ખરો, પછી આપણે આપણે માટે વિચાર. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પોતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો (આત્માઓ), ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા.
સ્ટેજ ઉપર શું આવ્યું ? ઘણા જીવો, પુરુષો. જીવો અને પદાર્થો પણ આવ્યા.
‘એમાં કોઈ જડ પદાર્થ હતો નહીં.’ ‘કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં.' એકલો એટલે જેને આ પુદ્ગલ ન વળગ્યું હોય. માત્ર એકલો આત્મા, એ કોઈ હતું નહીં.
માત્ર કેટલાક દેહધારીઓ હતા. એટલે આત્મા તો ખરા પણ એણે દેહનું ખોખું પહેર્યું હતું. જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ. મને છોડાવવાના માટે આવ્યા હોય એમ શંકા થઈ.
વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કોઈ કેમ આવ્યું નથી ?
વાયુ, પાણી, અગ્નિ, ભૂમિ એટલે પૃથ્વી એ કેમ આવ્યા નથી તો કહે કે ભાઈ, તમારે તો આ જગતમાં સુખી કોણ છે એ જોવું છે ને તો આ લોકો તો અત્યારે એકેન્દ્રિયમાં છે. એટલે નેપથ્યમાંથી, આકાશમાંથી બોલ્યા કે :
(નેપથ્ય) તેઓ સુખનો વિચાર પણ કરી શકતા નથી. દુઃખથી બિચારાં પરાધીન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org