________________
આત્યંતર પરિણામ અવલોકન
૩૦૩
હવે આમાં આત્માને ઓળખવો હોય તો મુશ્કેલ તો છે જ કારણ કે સ્ફટિક રંગે જ જુદો દેખાય છે.
સહજ
જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. ડાયરીમાં જે નોંધ કરી છે તે વિશે કૃપાળુદેવ કહે છે કે હું પોતે મારા માટે લખું છું.” એટલે એ બધું કાંઈ આપણા માટે છે નહીં, પણ આપણે એના પગલે ચાલીએ અને એ દશાએ પહોંચીએ તો તે આપણા માટે પણ છે.
તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સર્વ સંસારી ઇચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. '
કાંઈક ઇચ્છા તે પણ ઉદયમાં હોય છે. દાખલા તરીકે વેદનો ઉદય એટલે ગૃહસ્થાશ્રમ. એ સિવાય ક્યારેય કોઈપણ ચીજની ઇચ્છા થતી નથી. એવી તેમની દશા છે.
તે કંઈક પામ્યો પણ છે, અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગનો નિશંક જિજ્ઞાસુ છે. મોક્ષે પહોંચવું એ તો નિઃશંક, એનો જિજ્ઞાસુ છે.
હમણાં જે આવરણો તેને ઉદય આવ્યાં છે, તે આવરણોથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાનો ખેદ છે. આ
અહીયાં એની પરીક્ષા છે, એ એનો પુરુષાર્થ છે. એને ખેદ થાય તો કચાશ છે. મારગ રોકે છે. મારે જલદી મોશે પહોંચવું છે, અને આ રોકે છે. એમાં મંદ ગતિ થઈ જાય છે એનો ખેદ છે.
તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ, અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો એ કાળનો ક્ષયોપશમી પુરુષ છે.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ જો લોકોને સમજાવવું હોય તો સમજાવી શકાય એવું છે. આ કાળમાં ક્ષયોપશમી એટલે અનુભવ અને બુદ્ધિ બન્નેની શક્તિવાળો હોય એવો પુરુષ છે.
તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેનો પક્ષપાત પણ નથી; તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે, તેને માટે ખેદ છે.
કાંઈપણ ભૂલે નહીં. શતાવધાની થયા. સો ચીજ યાદ રાખે અને અત્યારે ને અત્યારે કહી દે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org