________________
૨૯૮
શિક્ષામૃત
ઘટ ઘટ અંતર્ જિન બસે, ઘટ ઘટ અંતર્ જેન, મત મદિરાકે પાનસે, મતવારા સમજે ન.
(સમયસાર નાટક) પોતાના હૃદયમાં જિનેશ્વરનો વાસ છે. પણ જૈનોમાં ભેદ રહેલા છે. મતરૂપી, સંપ્રદાયરૂપી મદિરા-દારૂ પીને મસ્ત થઈને પોતાને જૈન કહેવડાવતા ફરે છે. આવા મતવાળા જૈન ધર્મને સમજી શકે તેમ નથી.
૨૦. જેનધર્મનો આશય, દિગંબર તેમજ શ્વેતાંબર આચાર્યોનો આશય ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે.
૩૦. જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે.
૩. આત્મા છે. આત્મા નિત્ય છે. પ્રમાણો :આત્મા છે, આત્મા નિત્ય છે એ અમે કેવી રીતે માનીએ ? (૧) બાલકને ધાવતાં ખટખટાવવાનું કોઈ શીખવે છે ? તે પૂર્વાભ્યાસ છે. બાળક જન્મે અને તરત જ ખટખટાવે છે.
(૨) સર્પ અને મોરને; હાથી અને સિંહને; ઉંદર અને બિલાડીને સ્વાભાવિક વૈર છે. તે કોઈ શીખવાડતું નથી. પૂર્વ ભવના વેરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે.
૧૬. “આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર;
બાલક બાંય પસારીને, કહે ઉદધિ વિસ્તાર, જેમ બાળકને પૂછવામાં આવે કે સમુદ્ર કેવો હોય ? તો તે તેનો જવાબ પોતાની બાંય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org