________________
૩૦૦
શિક્ષામૃત
ગુનો કર્યો કહેવાય નહીં; તેમ રાજા તેને દંડ કરે નહીં, તેમ મોક્ષનો શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ?
૧૪. જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાનગુરુએ ક્રિયાઆશ્રયી યોગ્યતાનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તેથી મોક્ષ (શાંતિ)નો માર્ગ અટકતો નથી.
જ્ઞાની તો દરેકને ભૂમિકા પ્રમાણે બતાવે. તમે બાળકને જમ્યા પછી દૂધ પીવડાવો તો ઠીક છે પણ જમ્યા પછી તરત ઘેબર ખવરાવો તો ? દરેકની ભૂમિકા જ્ઞાની જોઈ રહ્યા હોય કે આ કઈ ભૂમિકા પર છે, ત્યાંથી એક પગલું આગળ ચાલે એવું જ બતાવે એટલે બધાનું સરખું હોય નહીં.
જે પુમાન પરધન હરે, સો અપરાધી અજ્ઞ, જે અપનો ધન વિવહરે, સો ધનપતિ ધર્મજ્ઞ
(સમયસાર નાટક - શ્રી બનારસીદાસ) જે પુરુષ જડ, પર ઘન અથવા પર સમય ગ્રહણ કરે છે તે અપરાધી અને અજ્ઞાની છે પણ જે પોતાનું ધન અથવા સ્વસમય, ચૈતન્યમય દશાનો વ્યવહાર કરે છે તે ધનપતિ અને ધર્મને કરવાવાળો કહેવાય છે. તે જ પોતાની આંતર્ સંપત્તિનો ધણી છે. ૨૩.
णग्गो विमोक्खमग्गो, सेसा य उम्मग्गया सव्वे નાગાનો એટલે નગ્ન સ્થિતિવાળાનો મોક્ષમાર્ગ છે, બાકી તો ઉન્મત માર્ગ છે. નગ્ગો એટલે જેણે આત્મા ઉપરના કષાયો ખંખેરી નાખ્યા છે, નાશ કરી નાખ્યા છે તે. આવી સ્થિતિવાળાને નગ્ન કહેવાનો ભાવાર્થ છે.
૪. નિર્જરાનો અસંખ્યાતગુણો ઉત્તરોત્તર ક્રમ છે, સમ્યક્દર્શન પામેલ નથી, (જે ચોથે ગુણ સ્થાનકે આવેલ નથી,) એવા મિથ્યાષ્ટિ જીવ કરતાં સમદષ્ટિ અસંખ્યાતગુણી નિર્જરા કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org