________________
શ્રી વ્યાખ્યાનમાર-૧ ૧. પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શકતો નથી. જોગાનુજોગ મળવાથી અકામનિર્જરા કરતો જીવ આગળ વધે છે, ને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબલપણું છે કે, તે ગ્રંથિભેદ કરવામાં મોળો પડી જઈ અસમર્થ થઈ જઈ પાછો વળે છે; હિમ્મત કરી આગળ વધવા ધારે છે; પણ મોહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે; અને ઊલટું તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડપણું (ગાંઠનું વધારે દ્રઢપણું) કરે છે. તેમાંથી કોઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામ નિર્જરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પોચી કરી આગળ વધી જાય છે. જે અવિરતિસમ્યફદષ્ટિનામાં ચોથું ગુણસ્થાનક છે; જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ “બોધબીજ' છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે અર્થાત્ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે.
૨. આ બોધબીજ ગુણસ્થાનક' - ચોથા ગુણસ્થાનક-થી તેરમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ એક સરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણતાનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે.
૫. હાલના સમયમાં જૈનદર્શનને વિશે અવિરતિસમ્યફદષ્ટિનામાં ચોથા ગુણસ્થાનકથી અપ્રમત્તનામા સાતમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે.
એટલે આ પંચમ કાળમાં પણ સાતમા ગુણસ્થાનક સુધી જઈ શકાય છે.
૮. પાંજરામાં પૂરેલો સિંહ પાંજરાથી પ્રત્યક્ષ જુદો છે, આ સિહ કર્મરૂપી પાંજરામાં પુરાણો છે, એ આત્મા છે. પાંજરાથી જુદો છે. તોપણ બહાર નીકળવાનું સામર્થ્યરહિત છે. તેમજ ઓછા આયુષ્યના કારણથી અથવા સંઘયણાદિ અન્ય સાધનોના અભાવે આત્મારૂપી સિંહ કર્મરૂપી પાંજરામાંથી બહાર આવી શકતો નથી એમ માનવામાં આવે તો તે માનવું કારણ છે.
૨૧. સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની એક્યતા તે “મોક્ષ.” તે સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ આ અનંત સંસારથી મુક્તપણું પમાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org