________________
શ્રી ઉપદેશ છાયા
૨૮૯
નહીં તો માથું કાપી નાખીશ. પછી જ્ઞાનીએ કહ્યું કે બરાબર નક્કી કહે છે ? વિવેક (સાચાને સાચું સમજવું), શમ (બધા પર સમભાવ રાખવો), અને ઉપશમ (વૃત્તિઓને બહાર જવા દેવી નહીં અને અંતવૃત્તિ રાખવી) વિશેષ વિશેષ આત્મામાં પરિણમાવવાથી આત્માનો મોક્ષ થાય છે.
પહેલાં સાચું શું અને ખોટું શું એ સમજવું. વૃત્તિઓને આત્મામાં પરિણમાવવાથી આત્માનો મોક્ષ થાય છે. આ ચાર વાત કહી પેલો ચેલાતીપુત્ર તો મંડી પડ્યો. ખૂન કર્યું હતું તો પણ એનું કામ થઈ ગયું.
જીવ તો સદાય જીવતો જ છે. તે કોઈ વખત ઊંઘતો નથી કે મરતો નથી. આપણે એટલે શરીર ઊંઘતું હોય ત્યારે જીવ તો જાગતો જ હોય છે. જીવ ઊંઘતો નથી હોતો.
મરવો સંભવતો નથી. સ્વભાવે સર્વ જીવ જીવતા જ છે. જેમ શ્વાસોચ્છવાસ વિના કોઈ જીવ જોવામાં આવતો નથી તેમ જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય વિના કોઈ જીવ નથી. આત્માના ગુણ (૧) જાણવાવાળો-જ્ઞાનસ્વરૂપ અને (૨) જીવતો જાગતો-ચૈતન્યસ્વરૂપ.
x x x અનુભવી વેદ્ય તો દવા આપે, પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; તેમ સદ્ગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂ૫ રોગ ટળે.
સાચા દેવ અહંત, સાચા ગુરુ નિગ્રંથ, સાચા હરિ રાગદ્વેષ ને અજ્ઞાન જેના ગયા છે તે.
ભગવાન કોણ ? કે જેને રાગદ્વેષ અને અજ્ઞાનનો ક્ષય થયો છે, જેના રાગદ્વેષ અને અજ્ઞાન ટળ્યાં છે તે.
ગ્રંથિરહિત એટલે ગાંઠરહિત, મિથ્યાત્વ તે આંતરુ ગ્રંથિ છે; પરિગ્રહ તે બાહ્યગ્રંથિ છે, મૂળમાં અત્યંતરગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. જેની ગ્રંથિ ગઈ છે તેવા પુરુષ મળે તો ખરેખરું કામ થાય; તેમાં વળી તેના સમાગમમાં રહે, તો વિશેષ કલ્યાણ થાય. જે મૂળ ગાંઠ છે દવા શાસ્ત્રમાં કહ્યું છે તે સહુ ભૂલી ગયા છે; ને બહારથી તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરવા છતાં મુક્તિ થતી નથી તો દુઃખ વેદવાનું કારણ જે વેરાગ્ય તે ભૂલી ગયા. દુઃખ અજ્ઞાનનું છે.
ઉ. છા. - ૧૨ હું કર્તા’, ‘હું કરું છું’, ‘હું કેવું કરું છું?” આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org