________________
શ્રી ઉપદેશ છાયા
૨૮૭ પ્રશ્ન :- સપુરુષ કેમ ઓળખાય?
ઉત્તર :- પુરુષો તેમનાં લક્ષણોથી ઓળખાય. પુરુષોનાં લક્ષણો :- તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે; તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રો પણ છાશબાકળા જેવા લાગે. સદ્ગુરુ અને અસદ્ગુરુનું ઓળખાણ, સોનાની અને પીતળની કંઠીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય, અને સગુરુ મળે, તો કર્મ ટળે. સરુ કર્મ ટાળવાનું કારણ છે. કર્મ બાંધવાનાં કારણો મળે તો કર્મ બંધાય, અને કર્મ ટાળવાનાં કારણો મળે તો કર્મ ટળે. તરવાના કામી હોય તે ભવસ્થિતિ આદિનાં આલંબન ખોટાં કહે છે. તરવાના કામી કોને કહેવાય? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય.
* * * નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન' છે. તથારૂપ પ્રતીતિપણે પરિણામે તે “સમ્યકત્વ' છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે “ક્ષાયિકસમ્યકત્વ' (આસિ.ગા. ૧૧૧-૧૧૨) કહીએ છીએ. ક્વચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ. એમ પ્રતીતિ રહે તેને “ક્ષયોપશમ સમ્યકત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યા નથી; ત્યાં સુધી ‘ઉપશમ સમ્યકત્વ' કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે તેને સાસ્વાદન સમ્યકત્વ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે, તેને ‘વેદક સમ્યકત્વ' કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહમમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે; અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે “સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ-સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન” છે.
અહીં બેઠા આટલું થાય તો અહીં કેવળજ્ઞાન છે.
ઉ. છા. - ૧૧ કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમક્તિ દૃષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમકિતદષ્ટિ જીવને સહજ સમાધિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org