________________
૨૮૬
શિક્ષામૃત
પ્રશ્ન :- વ્રતનિયમ કરવા કે નહીં?
ઉત્તર :- વ્રતનિયમ કરવાનાં છે. તેની સાથે કજિયા, કંકાસ છોકરાં છેયાં અને ઘરમાં મારાપણું કરવું નહીં. ઊંચી દશાએ જવા માટે વ્રતનિયમ કરવાં.
તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી; પણ આત્માને અર્થે ઉપવાસ કરવાના છે. બાર પ્રકારે તપ કહ્યું છે. તેમાં આહાર ન કરવો તે તપ જિલ્લાઇન્દ્રિય વશ કરવાનો ઉપાય જાણીને કહ્યો છે. જિલ્લાઇન્દ્રિય વશ કરી, તો બધી ઇન્દ્રિયો વશ થવાનું નિમિત્ત છે.
આત્મા અને સદ્ગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદ્ગુરુનો આત્મા એ સદ્ગુરુ છે. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તો જ્ઞાનીની અપૂર્વ વાણી સમજાય.
X XX સદ્ગુરુની આજ્ઞામાં બધાં સાધનો સમાઈ ગયાં. જે જીવો તરવાના કામી હોય છે તેની બધી વાસનાનો નાશ થાય છે. જેમ કોઈ સો પચાસ ગાઉ વેગળો હોય, તો બે ચાર દિવસે પણ ઘર ભેગો થાય, પણ લાખો ગાઉ વેગળો હોય તે એકદમ ઘર ભેગો ક્યાંથી થાય ? તેમ આ જીવ કલ્યાણમાર્ગથી થોડો વેગળો હોય, તો તે કોઈક દિવસ કલ્યાણ પામે, પણ જ્યાં સાવ ઊંધે રસ્તે હોય ત્યાં ક્યાંથી પાર પામે?
તેરવાનો કામી હોય તે માથું કાપીને આપતા પાછો હટે નહીં. શિથિલ હોય તે સહેજ પગ ધોવા જેવું કુલંક્ષણ હોય તે પણ મૂકી શકે નહીં; અને વીતરાગની વાત મેળવવા જાય. વીતરાગ જે વચન કહેતાં ડર્યા છે તે અજ્ઞાની સ્વચ્છેદે કરી કહે છે, તો તે કેમ છૂટશે?
મહાવીરસ્વામીના દીક્ષાના વરઘોડાની વાતનું સ્વરૂપ જો વિચારે તો વૈરાગ્ય થાય. એ વાત અદ્ભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા. તેઓને ચારિત્ર વર્તતું હતું, પણ જ્યારે બાહ્યચારિત્ર લીધું ત્યારે મોક્ષે ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org