________________
૨૮૮
શિક્ષામૃત
કનકવાની દોરી એટલે પતંગની દોરી, એ જેના હાથમાં છે એ પતંગને બરાબર કાબુમાં રાખી શકે.
સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પોતાને સહજસમાધિ છે. બહારનાં કારણોથી તેને સમાધિ નથી. બહારનાં કારણો ગમે તે હોય, પણ એને આત્મામાં સહજ સમાધિ છે.
સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. કોઈ જીવને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી; ન તરાય તેવા આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાંખ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે.
સમવસરણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સમોવસરણ હોય, પણ જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં. જ્ઞાન હોય તો કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ હતા. તેઓ ખાતા, પીતા, બેસતા, ઊઠતા; એવો ફેર નથી, ફેર બીજો જ છે. સમોવસરણાદિના પ્રસંગો લોકિક (બહિદ્રષ્ટિ જીવોને આકર્ષે એવા) ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગટ્યો હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હોત તો તમે માનત નહીં. ભગવાનનું માહાભ્ય જ્ઞાન છે. ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે; પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહીં. જેને સંપૂર્ણ એશ્વર્ય પ્રગટે તેને ભગવાન કહેવાય. જેમ ભગવાન વર્તમાનમાં હોત, અને તમને બતાવત તો માનત નહીં; તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તો મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થવા નથી. પછવાડેથી જીવો તેની પ્રતિમાને પૂજે, પણ વર્તમાનમાં પ્રતીત (શ્રદ્ધા) ના કરે. જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં, વર્તમાનમાં થતું નથી.
સમકિતને ખરેખરું વિચારે તો નવમે સમયે કેવલજ્ઞાન થાય ?
સમક્તિ આવ્યા પછી, ગ્રંથિભેદ થયા પછી, નવ સમયમાં કેવળજ્ઞાન થાય, જો ખરેખરો પુરુષાર્થ કરે તો.
નહીં તો એક ભવમાં કેવળજ્ઞાન થાય? છેવટે પંદરમે ભવે કેવળજ્ઞાન થાય જ. માટે સમકિત સર્વોત્કૃષ્ટ છે. જુદા જુદા વિચારભેદો આત્મામાં લાભ થવા અર્થે કહ્યા છે; પણ ભેદમાં જ આત્માને ગૂંચવવા કહ્યા નથી. દરેકમાં પરમાર્થ હોવો જોઈએ. સમકિતીને કેવળજ્ઞાનની ઇચ્છા નથી !
ચેલાતીપુત્ર કોઈનું માથું કાપી લાવ્યો હતો. ત્યાર બાદ જ્ઞાનીને મળ્યો અને કહ્યું કે મોક્ષ આપ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org