________________
૨૩
શિક્ષામૃત લોકકલ્યાણ હિતરૂપ છે અને તે કર્તવ્ય છે. પોતાની યોગ્યતાની ન્યૂનતાથી અને જોખમદારી ન સમજાઈ શકવાથી અપકાર ન થાય એ પણ લક્ષ રાખવાનો છે. •
ઉપકારને બદલે અપકાર થાય કોને ? લોકોને તો થાય, પણ ઉપદેશ આપનારને પોતાને પણ થાય.
ઉ. નોં. - ૨૧ આસ્થા તથા શ્રદ્ધા :
દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરાપણ શંકા રાખવી નહીં.
જીવ છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ મોક્ષમાર્ગ છે. એમાં પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરાપણ શંકા રાખવી નહીં.
આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી.
સિત્તેર કોટાકોટિ સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાય છે; જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ કરવા પડે છે.
કોને ? દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયની ખબર નથી એને. દર્શનમોહ શું કહેવાય અને ચારિત્રમોહ શું કહેવાય ? એની ખબર નથી. અને બાહ્ય ચારિત્ર ઉપર જ ભાર દેવામાં આવે છે. એમ તો આપણે જ્ઞાનની પૂજાઓમાં અને જ્ઞાનનાં સ્તવનોમાં વાંચીએ છીએ કે સમજણ વગરની કોટિ ભવ સુધી ક્રિયા કરનારાઓ જેટલાં કર્મોનો નાશ કરે એટલાં કર્મોનો નાશ જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે. એટલે કૃપાળુદેવ કહે છે કે :
ચારિત્રમોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. કારણ, સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી સાસુ રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઓથે પણ મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે, તે મતિ આ જીવમાં છે નહીં અને આ જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. તો પછી વીતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે? તેથી બારમા (ક્ષીણ મોહ) ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org