________________
શિક્ષામૃત
ઉદયમાં આવે પછી ભોગવવું જ જોઈએ પણ સત્તામાં છે ત્યાં સુધી એ કર્મનો નાશ થઈ
શકે છે.
૨૬૮
પુણ્ય, પાપ અને આયુષ્ય એ કોઈ બીજાને ન આપી શકે. તે દરેક પોતે જ ભોગવે. સ્વચ્છંદે, સ્વમતિકલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે.
દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે. આ દેહરૂપી ઝાડમાં (નીચે) જીવરૂપી પંથી વટેમાર્ગુ થાક લેવા બેઠો છે. તે પંથી ઝાડને જ પોતાનું કરી માને એ કેમ ચાલે ?
‘સુંદરવિલાસ’ સુંદર, સારો ગ્રંથ છે. તેમાં ક્યાં ઊણપ ભૂલ છે તે અમે જાણીએ છીએ, તે ઊણપ બીજાને સમજાવી મુશ્કેલ છે. ઉપદેશઅર્થે એ ગ્રંથ ઉપકારી છે.
કૃપાળુદેવ અહીં છ દર્શન ઉપર દૃષ્ટાંત આપતાં આધ્યાત્મિક વૈદ્યની વાત કરે છે.
છ દર્શન ઉપર દૃષ્ટાંત ઃ- છ જુદા જુદા વૈદ્યોની દુકાન છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચો છે. તે તમામ રોગોને, તેના કારણને અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેના નિદાન, ચિકિત્સા સાચાં હોવાથી રોગીનો રોગ નિર્મૂળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારું. આ જોઈ બીજા પાંચ કૂટવેઘો પણ પોતપોતાની દુકાન ખોલે છે. તેમાં સાચા વૈદ્યના ઘરની દવા પોતા પાસે હોય છે, તેટલા પૂરતો તો રોગીનો રોગ દૂર કરે છે, અને બીજી પોતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે, તેથી ઊલટો રોગ વધે છે; પણ દવા સસ્તી આપે છે, એટલે લોભના માર્યા લોક લેવા બહુ લલચાય છે. અને ઊલટા નુકસાન પામે છે.
આનો ઉપનય એ જે, સાચો વૈદ્ય તે વીતરાગ દર્શન છે; જે સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે. તે મોહ, વિષયાદિને, રાગદ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રોગીને મોંઘા પડે છે, ભાવતાં નથી; અને બીજા પાંચ કૂટવૈદ્યો છે તે કુદર્શનો છે; તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાતો કરે છે, તેટલા પૂરતી તો રોગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના બહાને વાત કરે છે તે પોતાની કલ્પનાની છે, અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતો તો મીઠી લાગે છે, અર્થાત્ સસ્તી પડે છે, એટલે કૂટવૈદ્ય તરફ ખેંચાય છે, પણ પરિણામે વધારે રોગી થાય છે.
વીતરાગ દર્શન ત્રિવેદ્ય (ઔષધમાં ત્રણ ગુણ) જેવું છે, અર્થાત્ (૧) રોગીનો રોગ ટળે છે. (૨) નીરોગીને રોગ થવા દેતું નથી, (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્ (૧) જીવનો સમ્યગ્દર્શન વડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org