________________
શ્રી ઉપદેશ નોંધ
અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે છે તે માત્ર આ જીવે પોતાને જ્ઞાની તથા ડાહ્યો માની લીધેલો હોવાથી તેનું માન ગાળવાના હેતુથી અને નીચેના સ્થાનકેથી વાતો કહેવામાં આવે છે તે માત્ર તેવો પ્રસંગ પ્રાપ્ત થયે નીચે ને નીચે જ રહે.
ઉ. નોં. – ૩૨ जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो, असुद्धं तेसिं परक्कंतं सफलं होई सव्वसो. २२ जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो, सुद्धं तेसिं परक्कंतें अफलं होई सव्वसो. २३
મિથ્યાષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય પાપ રૂપ ફળનું બેસવાપણું છે, સમ્યગ્દષ્ટિની ક્રિયા અફળ છે- ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત્ નિર્જરા છે. એકની- મિથ્યાદૃષ્ટિની ક્રિયાનું સંસાર હેતુક સફળપણું અને બીજાની- સમ્યગ્દષ્ટિની ક્રિયાનું સંસાર હેતુક અફળપણું એમ પરમાર્થ સમજવા યોગ્ય છે.
ઉ. નોં. ૩૩ જૂવા, આમિષ, મદિરા, દારી, આટક, ચોરી પરનારી
એહિ સપ્તવ્યસન દુઃખદાઈ, દુરિતમૂળ દુર્ગતિકે જાઈ. એ સાત વ્યસન - જૂગટું, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન તે પરમ દુ:ખને તેમજ દુગર્તિનાં મૂળ છે માટે તેને ત્યાગો.
ઉ. નોં. - ૩૫ સપુરુષ અન્યાય કરે નહીં, પુરુષ અન્યાય કરશે તો આ જગતમાં વરસાદ કોના માટે વરસશે? સૂર્ય કોના માટે પ્રકાશશે ? વાયુ કોના માટે વાશે?
આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ! જ્યાં સુધી શરીરમાં હોય, ભલેને હજારો વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી, પારાની જેમ આત્મા. ચેતન ચાલ્યું જાય, શરીર શબ થઈ પડે અને સડવા માંડે !
જીવમાં જાગૃતિ અને પુરુષાર્થ જોઈએ. કર્મબંધ પડ્યા પછી પણ તેમાંથી સત્તામાંથી) ઉદય આવ્યા પહેલાં છૂટવું હોય તો અબાધાકાળ પૂર્ણ થતાં સુધીમાં છૂટી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org