________________
શ્રી ઉપદેશ છાયા
૨૭૩
ઉ. છા. - ૩ ત્રણ પ્રકારના જ્ઞાની પુરુષ-પ્રથમ, મધ્યમ અને ઉત્કૃષ્ટ.
સપુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સપુરુષ હોય તો વખતે થોડા કાળે તેમનું ઓળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકારભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને. પણ ઉત્કૃષ્ટ પુરુષને તો તેવી ભાવના હોય નહીં અર્થાત્ નિસ્પૃહતા હોવાથી તેવો ભાવ રાખે નહીં, તેથી કાંતો જીવ અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું થવું હોય તે થાય.
જેમ બને તેમ સવૃત્તિ અને સદાચાર સેવવાં. જ્ઞાનીપુરુષ કાંઈ વ્રત આપે નહીં અર્થાત્ જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવા. પણ ત્યાં સુધી યથાશક્તિ સદ્ગત અને સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે.
દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ, અને ધર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યકત્વ કહ્યું છે.
અરિહંત એટલે ચાર ઘાતી કર્મનો જેણે નાશ કર્યો છે. કેવળજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે. જેની ગ્રંથિ છેદાઈ ગઈ છે એટલે કે સાત પ્રકૃતિની ગાંઠ જેની છેદાઈ ગઈ છે એ નિગ્રંથ ગુરુ કહેવાય અને કેવળીએ પ્રરૂપેલો ધર્મ એ ત્રણની પાકી શ્રદ્ધા એનું નામ સમકિત.
માત્ર ગુરુ અસત્ હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યકત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું તેટલું સમ્યકત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યકત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી.
આશાતના કરવાની બુદ્ધિએ આશાતના કરવી નહીં. સત્સંગ થયો છે તે સત્સંગનું ફળ થવું જોઈએ. કોઈ પણ અયોગ્ય આચરણ થાય અથવા અયોગ્ય વ્રત સેવાય તે સત્સંગનું ફળ નહીં. સત્સંગ થયેલા જીવથી તેમ વર્તાય નહીં, તેમ વર્તે તો લોકોને નિંદવાનું કારણ થાય, તેમ તેથી સપુરુષની નિંદા કરે, અને પુરુષની નિંદા આપણા નિમિત્તે થાય એ આશાતનાનું કારણ અર્થાત્ અધોગતિનું કારણ થાય માટે તેમ કરવું નહીં.
ઉ. છા. - ૪ ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વછંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org