________________
૨૭૮
અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફુરે છે, અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે.
આપણને ખબર જ નથી કે આપણે જાગૃત નથી. ફિલ્મ ચાલતી હોય, એમ આપણા ચિત્તમાંમનમાં અનંત વૃત્તિઓ એમ ને એમ સ્ફુરે છે. એ બધી બાહ્યવૃત્તિઓ છે, એટલે જીવને કર્મ બંધાય છે.
શિક્ષામૃત
બાળજીવોને આ સમજાય નહીં તેથી જ્ઞાનીઓએ તેના સ્થૂલ ભેદો સમજણ પડે તે રીતે કહ્યા છે. વૃત્તિઓનો મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી સ્ફુરે છે.
વૃત્તિઓને ક્ષય કરવી જોઈએ. એને દબાવીએ તો દબાયેલી રહે પણ પાછી નિમિત્ત મળતાં એ સ્ફુરે.
દરેક પદાર્થને વિશે સ્કુરાયમાન થતી બાહ્યવૃત્તિઓને અટકાવવી, અને તે વૃત્તિ-પરિણામ અંતર્મુખ કરવા. અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળ્યે જાય નહીં પણ પુરુષાર્થથી જાય.
અનંતકાળનાં કર્મો ગાળવા અનંતકાળ જોઈએ એવું નથી.
માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ રાખવો.
પરમાર્થની વાત એકની એક, એક સો વાર પૂછો તો પણ જ્ઞાનીને કંટાળો આવે નહીં; પણ અનુકંપા રહે કે આ બિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થાય તો સારું. ક્ષયોપશમ પ્રમાણે શ્રવણ થાય છે.
સમ્યક્ત્વ એવી વસ્તુ છે કે એ આવે ત્યારે છાનું ના રહે. વૈરાગ્ય પામવો હોય તો કર્મને નિંદવાં. કર્મને પ્રધાન ન કરવાં પણ આત્માને માથે રાખવો-પ્રધાન કરવો.
X X ×
મિથ્યાદષ્ટિ સમકિતી પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાદષ્ટિનાં જપતપાદિ મોક્ષના હેતુભૂત થતાં નથી, સંસારના હેતુભૂત થાય છે. સમકિતીનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થાય છે.
બે જણા તપ કરે છે, એમાં એક મિથ્યાદષ્ટિ છે અને એકને સમકિત પ્રાપ્ત થયું છે. એમાંથી મિથ્યાદૃષ્ટિ જે કરે છે એનાથી એને મોક્ષ ન મળે, તે મોક્ષના હેતુભૂત ન થાય, પણ સંસારનાં હેતુભૂત થાય. સમકિતીના જપતપાદિ મોક્ષના હેતુભૂત થાય છે.
સમકિતી દંભરહિત કરે છે, આત્માને જ નિંદે છે, કર્મો કરવાનાં કારણોથી પાછો હઠે છે. આમ કરવાથી તેના અહંકારાદિ સહેજે ઘટે છે. અજ્ઞાનીનાં બધાં જપતપાદિ અહંકાર વધારે છે, અને સંસારના હેતુ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org