________________
શિક્ષામૃત
જ્ઞાનીપુરુષરૂપી સૂર્ય પ્રગટ થયા પછી ખરા અધ્યાત્મીઓ શુષ્ક રીતે પ્રવર્તે નહીં, ભાવ અધ્યાત્મમાં પ્રગટપણે વર્તે.
૨૮૦
એનું વર્તન જ ભાવ અધ્યાત્મવાળું હોય.
આત્મામાં ખરેખરા ગુણો ઉત્પન્ન થયા પછી મોક્ષ થાય. આ કાળમાં દ્રવ્યઅધ્યાત્મીઓ, જ્ઞાનદગ્ધો ઘણા છે. દ્રવ્યઅધ્યાત્મી દેવળના ઈંડાના દૃષ્ટાંતે મૂળ પરમાર્થ સમજતા નથી.
દ્રવ્યઅધ્યાત્મી માટે દેવળના ઈંડાનો દાખલો કહ્યો છે. દેવળનું ઈંડું એટલે દેવળના શિખર ઉપર છેલ્લે ઈંડા જેવી આકૃતિ હોય છે તે.
દેવળના ઈંડા સંબંધે જૂના સમયની વાત છે :
એક શેઠ હતા. તેમણે દેહ મૂકી દીધો. એમના છોકરાઓએ જોયું કે બાપાએ મિલકત અંગે કાંઈ વાતચીત તો કરી નથી. માટે લાવો એમની નોંધનો ચોપડો જોઈએ. નોંધના ચોપડામાં લખેલું કે “દેવળના ઈંડામાં સંપત્તિ છે.” એટલે દીકરાઓએ ઘેર જે દેરાસર હતું, એના શિખર ઉપરનું ઈંડુ લઈને જાળવીને કઢાવ્યું અને તેને આમતેમ જોયું, પૂરું તપાસ્યું પણ ક્યાંયથી કશું નીકળ્યું નહીં. થોડા વખત પછી એમના ઘરે કોઈ સગા મહેમાન તરીકે આવ્યા. વાત થઈ કે પિતા પાસે કંઈ હતું તો ખરું, એમણે લખ્યું પણ છે, બધી મહેનત કરી જોઈ પણ કંઈ હાથ નથી આવતું. તે સગાએ કહ્યું “લાવો જોઈએ, તમારો નોંધનો ચોપડો.” તો નોંધનો ચોપડો લીધો તો તેમાં એમ લખેલું કે, “દેવળનું ઈંડું ઉત્તરાયણ સમય...” મહેમાન સમજી ગયા. એમણે કહ્યું “તમે જ્યાં ત્યાં નહીં ખોદો. હવે ઉત્તરાયણ આવે ત્યાં સુધી રાહ જુઓ. ઉત્તરાયણને દિવસે એ સમયે ઈંડાનો જ્યાં પડછાયો પડતો હોય ત્યાં ખોદજો.” તેઓએ તે પ્રમાણે રાહ જોઈ. ઉત્તરાયણના દિવસે એ સમયે ખોદ્યું તો ત્યાં શેઠની બધી સંપત્તિ મળી.
એમ લોકો પરમાર્થ સમજતા નથી. પરમાર્થ સમજાવનાર હોય તો સમજાય. બાકી આપણા પોતાના સ્વચ્છંદથી સમજાતું નથી. એટલે દ્રવ્ય અધ્યાત્મી દેવળના ઈંડાના દૃષ્ટાંતે મૂળ પરમાર્થ સમજતા નથી. જેની પાસે સમજવા જઈએ એ પણ સમજતા નથી, તો તે આપણને શું સમજાવે ?
× X X
શ્રી માણેકદાસજી કહે છે કે
:
“નિજ છંદન સે ના મિલે, હેરો વૈકુંઠ ધામ;
સંતકૃપાસે પાઈએ, સો હરિ સબસેં ઠામ.”
પોતાના સ્વચ્છંદ વડે કરીને ભગવાન આત્માને મેળવવાનો અને મોક્ષે જવાનો પ્રયત્ન કરે તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org