________________
શ્રી ઉપદેશ છાયા
૨૭૯
અજ્ઞાનીએ માસખમણ કર્યું, ચૌવિહારા ઉપવાસ કર્યા અને છતાં તે સંસારના હેતુ થાય છે. એનું પુણ્ય તો મળે, તેમાં દેવગતિ પણ મળે, પણ જનમ મરણના ફેરા ન ટળે એટલું જ છે. અલબત્ત, એનો અર્થ એ કે પાપ કરતાં તે સારું છે.
જીવને જ્ઞાની પુરુષ સમીપે તેમનાં અપૂર્વ વચનો સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણામ આવે છે, પણ પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ આવતો નથી. જેમ અગ્નિની સગડી પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય નહીં, અને સગડીથી વેગળા ગયા એટલે પછી ટાઢ વાય; તેમ જ્ઞાની પુરુષ સમીપ તેમનાં અપૂર્વ વચનો સાંભળ્યા ત્યારે પ્રમાદાદિ જાય, અને ઉલ્લાસ પરિણામ આવે, પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય. જો પૂર્વના સંસ્કારથી તે વચનો અંતર્પરિણામ પામે તો દિનપ્રતિદિન ઉલ્લાસ પરિણામ વધતાં જાય; અને યથાર્થ રીતે ભાન થાય. અજ્ઞાન મચ્ચે બધી ભૂલ મટે, સ્વરૂપ જાગૃતમાન થાય. બહારથી વચન સાંભળીને અંતર્પરિણામ થાય નહીં, તો જેમ સગડીથી વેગળા થયા એટલે ટાઢ વાય તેની પેઠે દોષ ઘટે નહીં.
પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માનો ઉપયોગ તે રૂપ થઈ, તાદાભ્યરૂપ થઈ તેમાં હર્ષવિવાદ કરે નહીં તો કર્મબંધ થાય નહીં. ઇન્દ્રિયરૂપ આત્મા થાય તો કર્મબંધનો હેતુ છે.
આત્માનો ઉપયોગ ઇન્દ્રિયોના વિષયમાં ભળી જાય તો કર્મબંધ થાય, થાય ને થાય. આમ જ બને છે. ઉપયોગ છૂટો પડે નહીં ત્યાં સુધી કર્મબંધ આત્માને રોગ-સમાન કહી શકાય.
ઉ. છા. - ૬ શ્રી આનંદઘનજીએ શ્રી અનંતનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે :
એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે,
ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહી લેખે.” કોઈ એક એમ કહે છે કે અમે જુદી જુદી ક્રિયા કરીને ભગવાનની સેવા ભક્તિ કરીએ છીએ, પરંતુ તે ક્રિયાનાં ફળ જુદાં જુદાં આવે છે જેને એ લોકો દેખી શકતા નથી. તેથી અનેકાંત ફળ આપનારી જુદી જુદી ક્રિયાઓ કરીને બિચારા એ લોકો ચાર ગતિમાં રખડે છે.
* * *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org