________________
શ્રી ઉપદેશ છાયા
૨૭૭.
મુકાવવા ત્યારે સમસ્યાનું ફળ છે. અનંતાનુબંધી માન, કલ્યાણ થવામાં આડા સ્તંભરૂપ કહેલ છે. જ્યાં
જ્યાં ગુણી મનુષ્ય હોય ત્યાં ત્યાં તેનો સંગ કરવાનું વિચારવાન જીવ કહે. અજ્ઞાનીનાં લક્ષણો લોકિક ભાવનાં છે. જ્યાં જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું, “એને મારે જોઈતા નથી એ જ સમજવાનું છે.
આ વ્યાખ્યાનમાં કેશીસ્વામી અને ગૌતમસ્વામી સંબંધી ઉલ્લેખ આવ્યો. આપણને કાંઈ વિચાર થયો કે આમાં શું ઉલ્લેખ આવ્યો ? કેશીસ્વામી પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય હતા અને ગૌતમસ્વામી એ મહાવીર ભગવાનના શિષ્ય હતા. હવે વિચારવાનું એ કે પાર્શ્વનાથભગવાનના સાધુ મહાવીર ભગવાનના સાધુ કહે એમ કરે એવું બને ? આપણે કહીએ કે બને. પણ તેમ નથી બનતું અને જીવો પોતાના જનમ મરણના ફેરા વધારી દે છે, એને દાખલો દેવા માટે લખ્યું છે કે જુઓ કેટલી સરળતા છે. પાર્શ્વનાથ ભગવાનના વખતમાં તો ચાર જ વ્રત હતાં. મહાવીરસ્વામીના વખતમાં પાંચ હતાં. ચોથું વ્રત બ્રહ્મચર્ય એ પરિગ્રહમાં સમાવી દીધું હતું. કલ્પસૂત્રમાં એમ કહ્યું છે કે મહાવીરસ્વામીના વખતમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વક્ર અને જડ થશે. સરળ તો નહીં પણ બુદ્ધિના જડ અને પાછા વાંકા. સામા દલીલ કરે. દોષ પર જો કોઈ ધ્યાન દોરે તો દલીલ કરે. એવું આગળના વખતમાં હતું નહીં.
ગૌતમસ્વામી જેવા લબ્ધિધારી પહેલા ગણધર, એ આનંદશ્રાવકને ખમાવવા જાય ? આમાં બે વાત આવી. એક તો શ્રાવકને જો આગલા ભવની આરાધના હોય તો પોતાના ગુરુ કરતાં વધારે જ્ઞાન થઈ શકે છે. ગૌતમસ્વામી જેવા ગણધર કરતાં પણ વધારે જ્ઞાન થઈ શકે છે. અને બીજું જ્યારે મહાવીર ભગવાને કહ્યું કે, “હા ગૌતમ ! આનંદ દેખે છે એ બરાબર છે, માટે તમે જાવ અને એને ખમાવી આવો' તો ‘તહત્' કહી ગૌતમસ્વામી એ જ વખતે ખમાવવા ચાલી નીકળે છે. આ ઉપરથી આપણને ધર્મ કરનારાને ક્યાં ક્યાં અહંવૃત્તિ આડી આવે છે એનો વિચાર કરવો જોઈએ. તેઓ તો મહાન આત્મા હતા પણ આપણે આ માર્ગે જવું હશે તો અહંવૃત્તિ, મોટાઈ બિલકુલ ગાળી નાંખવી પડશે. તો જ આગળ વધાશે.
વડવા, રાળજ મુકામે પરમ કૃપાળુદેવ હતા ત્યારે તેઓનું વ્યાખ્યાન સાંભળવા બધા આવ્યા હતા, અંબાલાલભાઈએ એનો આ ઉતારો કર્યો છે.
ઉ. છા. - ૫ પ્રમાદથી યોગ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને પ્રમાદ છે. યોગથી અજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો જ્ઞાનીને વિશે પણ સંભવે, માટે જ્ઞાનીને યોગ (મન, વચન, કાયાના યોગી હોય પણ પ્રમાદ હોય નહીં.
* * *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org