________________
૨૭૬
શિક્ષામૃત
ક્ષમાપના લો.” ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તો પણ ભૂલ ખાઓ છો તેમ કહેવું યોગ્ય નથી, ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું ‘મહારાજ ! સદ્ભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં કે અસદ્ભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં ? ‘ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે ‘અસદ્ભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં. ‘ત્યારે આનંદશ્રાવકે કહ્યું ‘મહારાજ ! હું મિચ્છા મિ દુક્કડં લેવાને યોગ્ય નથી. ‘એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા; અને જઈને મહાવીરસ્વામીને પૂછ્યું, (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી પાસે જઈ હકીકત કહી.) મહાવીરસ્વામીએ કહ્યું ‘હે ગૌતમ ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે; માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લો.’ ‘તહત્' કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જો ગૌતમસ્વામીમાં મોહ નામનો મહા સુભટ પરાભવ પામ્યો ન હોત તો ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે ‘મહારાજ ! આપના આટલા બધા શિષ્ય છે તેમની હું ચાકરી (વૈયાવચ્ચ) કરું, પણ ત્યાં તો નહીં જાઉં;' તો વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પોતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા !
×
× X
‘દુર્બળ દેહને માસ ઉપવાસી, જો છે માયારંગ રે; તોપણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે.’
માસ માસના ઉપવાસ કરીને દેહને દુર્બળ કર્યો છે, પણ તેની સાથે મોહ, માયા રહેલી છે, તો તેને અનેક જન્મ મરણ કરવા પડશે એમ બીજા અંગ સૂત્રકૃતાંગમાં કહેલ છે.
× X ×
બીજાને ઊંચા ગુણે ચઢાવવા, પણ કોઈની નિંદા કરવી નહીં. કોઈને સ્વચ્છંદે કાંઈ કહેવું નહીં. કહેવા યોગ્ય હોય તો અહંકારરહિતપણે કહેવું. પરમાર્થદષ્ટિએ રાગદ્વેષ ઘટ્યા હોય તો ફળીભૂત થાય, વ્યવહારથી તો ભોળા જીવોને પણ રાગદ્વેષ ઘટ્યા હોય; પણ પરમાર્થથી રાગદ્વેષ મોળા પડે તો કલ્યાણનો હેતુ છે.
મોટા પુરુષોની દૃષ્ટિએ જોતાં સઘળાં દર્શન સરખાં છે. જેનમાં વીસ લાખ જીવો મતમતાંતરમાં પડ્યા છે ! જ્ઞાનીની દૃષ્ટિએ ભેદાભેદ હોય નહીં.
X × X
જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ થાય તેવી દૃઢ મતિ કરવી, કુળગચ્છનો આગ્રહ મુકાવો એ જ સત્સંગનું મહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. ધર્મના મતમતાંતરાદિ મોટા મોટા અનંતાનુબંધી પર્વતની ફાટની માફક મળે જ નહીં; કદાગ્રહ કરવો નહીં, ને કદાગ્રહ કરતા હોય તેને ધીરજથી સમજાવીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org