________________
શ્રી ઉપદેશ છાયા
૨૭૫
સ્વછંદ ટળે તો જ મોક્ષ થાય. સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય બીજું ન ચાલે એવી જિનની આજ્ઞા છે.
ચોદપૂર્વધારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદનાં કારણથી તે એમ જાણે છે કે હવે મને ગુણ પ્રગટ્યો.” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંતકાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું, કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે દરેક પ્રકારે છેતરે છે.
સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઇચ્છા થતી હોય તો સમજવું કે જ્ઞાની પુરુષને જોયા નથી. જે પ્રકારે પ્રથમ સંસારમાં રસ સહિત વર્તતો હોય તે પ્રકારે જ્ઞાનીનો યોગ થયા પછી વર્તે નહીં એ જ જ્ઞાનીનું સ્વરૂપ.
જ્ઞાનીને જ્ઞાનદષ્ટિથી, અંતરદષ્ટિથી જોયા પછી સ્ત્રી જોઈને રાગ ઉત્પન્ન થાય નહીં; કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિષયસુખકલ્પનાથી જુદું છે. અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહીં; અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાનીપુરુષનાં દર્શન કર્યા, પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં, કારણ કે જ્ઞાનીનાં વચનો યથાર્થ રીતે સાચાં જાણ્યાં છે. જ્ઞાનીની સમીપ દેહ અને આત્મા જુદા પૃથક પૃથક જાણ્યા છે તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે; અને તેથી સ્ત્રીનાં શરીર અને આત્મા જુદા ભાસે છે. તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં આદિનું પૂતળું જાણ્યું છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી.
કેશીસ્વામી મોટા હતા, અને પાર્શ્વનાથસ્વામીના શિષ્ય હતા, તો પણ પાંચ મહાવ્રત અંગીકાર કર્યા હતાં. કેશીસ્વામી અને ગૌતમસ્વામી મહા વિચારવાન હતા, પણ કેશીસ્વામીએ એમ ન કહ્યું, “હું દીક્ષાએ મોટો છું માટે તમે મારી પાસે ચારિત્ર લો.” વિચારવાની અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે તેને આવી વાતનો આગ્રહ હોય નહીં.
ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્તા હતા અને આનંદશ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું મને જ્ઞાન ઊપસ્યું છે. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું “ના, ના એટલું બધું હોય નહીં, માટે આપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org