________________
શ્રી ઉપદેશ છાયા
ઉ. છા. - ૨
પ્ર. :કેવળજ્ઞાનીએ સિદ્ધાંતો પ્રરૂપ્યા તે ‘પરઉપયોગ’ કે ‘સ્વઉપયોગ’ ? શાસ્ત્રમાં કહ્યું છે કે કેવળજ્ઞાની સ્વઉપયોગમાં જ વર્તે.
ઉ. :- તીર્થંકર ઉપદેશ દે, તેથી કરી કાંઈ ‘પરઉપયોગ’ કહેવાય નહીં. ‘પરઉપયોગ’ તેને કહેવાય કે જે ઉપદેશ દેતાં રતિ, અતિ, હર્ષ, અહંકાર થતા હોય. જ્ઞાનીપુરુષને તો તાદાત્મ્યસંબંધ હોતો નથી. જેથી ઉપદેશ દેતાં રિત, અરિત ન થાય. રિત, અરિત થાય તે ‘પરઉપયોગ’ કહેવાય.
આપણે ગમે ત્યાં ભાષણ સાંભળશું, ટી.વી. પર ઘણીવાર જોઈએ છીએ તો, બોલનાર ભાવ પ્રમાણે શરીરનો અભિનય કરતાં જ હોય છે. જ્ઞાની શરીરનો અભિનય કરે નહીં. એ શરીરની સાથે ન જોડાય. એને રતિ, અતિ હોય નહીં, તીર્થંકર પરમાત્માના મોઢામાંથી જે વાણી નીકળે એ તો પ્રવાહની જેમ નીકળે. ઘડીમાં ખુશી ખુશી થઈ જાય, ઘડી દિલગીર થઈ જાય, વળી હાથનાં ચાળા કરે, ઘડી આમ કરે એવું એવું તીર્થંકર ભગવંતમાં ન હોય. એકધારી તેમની વાણી નીકળતી હોય, કારણ કે એમને રતિ, અતિ, રાગ-દ્વેષ ન હોય.
જો એમ હોય તો કેવળી લોકાલોક જાણે છે, દેખે છે તે પણ પરઉપયોગ કહેવાય. પણ તેમ નથી, કારણ તેને વિશે રતિપણું, અતિપણું નથી.
સિદ્ધાંતના બાંધા વિશે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચનો અસત્ છે એમ ન કહેવું; કારણ કે જેને તમે અસત્ કહો છો, તે શાસ્ત્રથી જ પ્રથમ તો તમે, જીવ, અજીવ, એવું કહેતાં શીખ્યા છો; અર્થાત્ તે જ શાસ્ત્રોને આધારે જ તમે જે કાંઈ જાણો છો તે જાણ્યું છે તો પછી તેને અસત્ કહેવાં તે ઉપકારને બદલે દોષ કરવા બરાબર ગણાય. વળી શાસ્ત્રનાં લખનારાઓ પણ વિચારવાન હતા; તેથી તે સિદ્ધાંત વિશે જાણતા હતા. મહાવીર સ્વામી પછી ઘણે વર્ષે લખાણાં છે માટે અસત્ કહેવા તે દોષ ગણાય.
પ્રાપ્ત = જ્ઞાન પામેલો પુરુષ. આપ્ત = વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org