________________
શ્રી ઉપદેશ નોંધ
૨૭૧
ઉપર જણાવેલા ગુણવાળા મુક્ત પરમ આપ્ત, વંદન યોગ્ય હોય, તેમણે બતાવેલ તે મોક્ષમાર્ગ, અને તેમની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ હોય, તેમને પ્રગટ થયેલા ગુણો તેમની આજ્ઞાએ ચાલનાર ભક્તિમાનને પ્રગટે એમ સૂચવ્યું.
ઉ. નોં. - ૩૯ કર્મની મૂળ પ્રકૃતિ આઠ. તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે.
ચાર ઘાતિનીનો ધર્મ આત્માના ગુણની ઘાત કરવાનો, અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાનો અથવા (૨) તે ગુણનું બળવીર્ય રાંધવાનો, અથવા (૩) તેને વિકળ કરવાનો છે અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે.
આત્માનાં ગુણોનું આવરણ કરે, ગુણ, બળ, વીર્યનો રોધ કરે અને આત્માને વિકળ કરી નાંખે, ભાનમાં રહેવા ન દે, એવો ગુણ ઘાતિ કર્મનો છે એટલે એનું નામ ઘાતકર્મ છે.
આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દર્શનાવરણીય એવું નામ આપ્યું, અંતરાય પ્રકૃતિ તે ગુણને આવરતી નથી પણ તેના ભોગઉપભોગ આદિને, તેના વીર્યબળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભોગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભોગાદિમાં વિદન, અંતરાય કરે છે માટે તેને આવરણ નહીં પણ અંતરાય પ્રકૃતિ કહી.
આ ભોગ વિગેરે સુખ આત્માના અનુભવનું સુખ છે. પંચ વિષયાદિના સુખની વાત નથી.
આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ. ચોથી ઘાતિની પ્રકૃતિ મોહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂછિત (મૂઢ બનાવી દઈને.) કરી, મોહિત કરી વિકળ કરે છે. જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહીં છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુંઝવે છે માટે તેને મોહનીય કહી. આમ આ ચારેય સર્વઘાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જો કે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યા કરે છે, અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણને આવરણ કરવા રૂપે કે અંતરાય કરવા રૂપે કે તેને વિકળ કરવા રૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org