________________
શ્રી ઉપદેશ નોંધ
૨૬૫
વાર્યા વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાર્યા, જીત્યા; જે વીતરાગ સર્વજ્ઞ થયા; વીતરાગ સર્વજ્ઞ થતાં જે અર્વત્ પૂજવા યોગ્ય થયા; અને વીતરાગ અત્ થતાં મોક્ષ અર્થે પ્રવર્તન છે જેનું એવા જુદા જુદા યોગીઓના જે નાથ થયા; નેતા થયા; અને એમ નાથ થતાં જે જગતના નાથ, તાત, ત્રાતા (રક્ષણહાર, તારણહાર) થયા; એવા જે મહાવીર તેને નમસ્કાર હો.” અહીં સદૈવના અપાયઅપગમ અતિશય, જ્ઞાન અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય, સૂચવ્યા. આ મંગલ સ્તુતિમાં સમગ્ર “યોગશાસ્ત્ર'નો સાર સમાવી લીધો છે. સદૈવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર વસ્તુસ્વરૂ૫, તત્ત્વજ્ઞાન સમાવી દીધું છે. ઉકેલનાર ખોજક જોઈએ.
લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ હોય. સાચો મેળો સત્સંગનો. એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગ મેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે, ઉપદેશ્યો છે.
ઉ. નોં. - ૨૬ કૃપાળુદેવ નીચે જે શ્લોક સમજાવ્યો છે તે ખાસ સમજવા જેવો અને માટે કરવા જેવા છે.
'देवागमनभोयानचामरादिविभूतयः
मायाविष्वपि दृश्यंते, नातस्त्वमसि नो महान्' તારા પાસે દેવોનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર, છત્ર આદિ વિભૂતિ ભોગવે છે માટે તું અમારા મનને મહાન ! ના, ના. એ માટે તું અમારા મનને મહાન નહીં. તેટલાથી તારું મહત્ત્વ નહીં. એવું મહત્ત્વ તો માયાવી ઇંદ્રજાળીયા પણ દેખાડી શકે, ત્યારે સર્દેવનું મહત્ત્વ વાસ્તવિક શું? તો કે વીતરાગપણું એમ આગળ બતાવે છે.
આ શ્રી સંમતભદ્રસૂરિ વિ.સં.ના બીજા સેકામાં થયા. તેઓ શ્વેતામ્બર દિગમ્બર બન્નેમાં એક સરખા સન્માનિત છે. તેઓએ દેવાગમસ્તોત્ર (ઉપર જણાવેલ સ્તુતિ આ સ્તોત્રનું પ્રથમ પદ ) અથવા આપ્તમીમાંસા રચેલ છે. તત્ત્વાર્થસૂત્રના મંગલાચરણની ટીકા કરતાં આ દેવાગમસ્તોત્ર લખાયું છે. અને તે પર અષ્ટસહસ્ત્રી ટીકા તથા ચોરાસી હજાર શ્લોકપુર “ગંધહસ્તી મહાભાષ્ય' ટિકા રચાયાં છે.
આપ્તમીમાંસા', “યોગબિંદુનું અને ઉપમિતિભવપ્રપંચકથાનું ગુજરાતી ભાષાંતર કરશો. ‘યોગબિંદુ’નું ભાષાંતર થયેલ છે, ‘ઉપમિતિભવપ્રપંચ'નું થાય છે; પણ તે બંને ફરી કરવા યોગ્ય છે, તે કરશો, ધીમે ધીમે થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org