________________
૨૪
શિક્ષામૃત
વીતરાગતા સૂચવે છે. “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા' વેરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યને, વસ્તુને યથાવત્ લક્ષમાં રાખી વેરાગ્યનું એમાં નિરૂપણ કર્યું છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનાર ચાર શ્લોક અદ્ભુત છે. એને માટે આ ગ્રંથની રાહ જોતા હતા. ગઈ સાલ જેઠ માસમાં મદ્રાસ ભણી જવું થયું હતું. કાર્તિકસ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન, ભવ્ય, ઊંચા, અડોલવૃત્તિથી ઊભેલા પહાડ નીરખી સ્વામી કાર્તિકેયાદિની અડોલ, વેરાગ્યમય દિગમ્બરવૃત્તિ યાદ આવતી હતી. નમસ્કાર તે સ્વામી કાર્તિકેયાદિને.
ઉ. નોં. - ૨૩ ડૉક્ટર ભગવાનદાસભાઈના પિતાશ્રી મનસુખલાલભાઈ કૃપાળુદેવ જેટલું જ મોરબીમાં રહ્યા છે. એમણે આ નોધ કરી હતી અને તે છપાવ્યું છે.
‘પદ્ર્શનસમુચ્ચય', ને “યોગદષ્ટિસમુચ્ચય'નાં ભાષાંતર ગુજરાતીમાં કરવા યોગ્ય છે. ‘પદર્શનસમુચ્ચય'નું ભાષાંતર થયેલ છે પણ તે સુધારી ફરી કરવા યોગ્ય છે. ધીમે ધીમે થશે, કરશો. આનંદઘનજી ચોવીશીના અર્થ પણ વિવેચન સાથે લખશો.
આપણે તો માત્ર શબ્દાર્થ નહીં પણ ભાવાર્થ કર્યા છે. શબ્દાર્થ તો એટલા માટે કે કોઈ શબ્દ એકદમ પકડીને એમ કહે કે આમ થાય ? આમ કેમ લખ્યું છે ? એટલા માટે ભાવાર્થ ઉપર ભાર મૂક્યો છે. આપણને કાંઈ ભાષાનું જ્ઞાન નથી, વ્યાકરણનું જ્ઞાન નથી, વિદ્વાન નથી. ન ભણેલો ભગત હોય, અનુભવી હોય અને ભજન કર્યું હોય તો ભલે ભાષાનું ઠેકાણું ન હોય પણ અનુભવહિત હોય એટલે વાંચનારને અસર થાય જ. એટલે દીવાથી દીવો થાય તેવું થાય. વિદ્વત્તાથી પાનાંનાં પાનાં ભર્યા હોય પણ કાંઈ ન થાય.
नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे,
अर्हते योगिनाथाय महावीराय तायिने. શ્રી હેમચંદ્રાચાર્ય “યોગશાસ્ત્ર”ની રચના કરતાં મંગલાચરણમાં વીતરાગ સર્વજ્ઞ અરિહંત યોગીનાથ મહાવીરને સ્તુતિરૂપે નમસ્કાર કરે છે.
કવા વીતરાગ સમજો છો ? અંશ પણ રાગ ન હોય તે વીતરાગ કહેવાય. સર્વજ્ઞ-એનું જ્ઞાન કેવું ?કેવળજ્ઞાન થયા પછી એનું જ્ઞાન જરા પણ ઊભું ન હોય. અરિહંત એટલે અંદરના બધા દુશ્મનો જેવા કે ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય અને રતિ, અરતિ, ભય, જુગુપ્સા વિગેરેનો ઉપાય અને રાગ, દ્વેષ અને અજ્ઞાનને જેમણે હણી નાખ્યા છે એ અરિહંત કહેવાય. યોગીનાથ એટલે યોગીઓના પણ નાથ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org