________________
૨૬૦
શિક્ષામૃત
અહંકાર છે. તેઓ એમ વિચારે છે કે હું કેવળજ્ઞાન પ્રગટ કરીને જાઉં તો મારે એમને પગે લાગવું ન પડે ? માટે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા છે. ઋષભદેવ ભગવાન એમના કેવળજ્ઞાનમાં બધું જોઈ રહ્યા છે, એટલે બ્રાહ્મી અને સુંદરીને બોલાવી કહે છે કે “જાઓ ! તમારા ભાઈ બાહુબળી પાસે જઈને એને બોધ આપો કે માન મૂકી દો ! આ બંને બહેનો ત્યાં જાય છે અને ગાય છે -
“વીરા મારા ગજ થકી ઊતરો.”
આ શબ્દો બાહુબળજીના કાનમાં પડે છે એટલે વિચારે છે કે “હું ક્યાં હાથી ઉપર બેઠો છું ?' અને આ શું ગાય છે ? તરત જ ક્રોધ, માન, માયા, લોભ યાદ આવ્યાં. તરત સમજી ગયા કે હું ત્યાં જતો નથી. એ માન રૂપી હાથી ઉપર હું બેઠો છું. મારામાંથી હજી માન ગયું નથી.
એ માનરૂપી ગજથી ઊતરવાના પોતાની બહેનો બ્રાહ્મી અને સુંદરીના શબ્દો કર્ણગોચર થતાં સુવિચારે સજ્જ થઈ, માન મોડવા તૈયાર થતાં કેવલ્ય પ્રગટ્યું તે આ શ્રી બાહુબળજીની ધ્યાનસ્થ મુદ્રા છે. (દર્શન કરી શ્રી મંદિરની જ્ઞાન શાળામાં) દેરાસરમાં દર્શન કરી ત્યાં બાજુમાં જ્ઞાનશાળા હતી ત્યાં કૃપાળુદેવ ગયા.
શ્રી ગોમટ્ટસાર’ લઈ તેનો સ્વાધ્યાય કર્યો. શ્રી પાંડવપુરાણ'માંનો પ્રદ્યુમ્ન અધિકાર વર્ણવ્યો. પ્રદ્યુમ્નનો વૈરાગ્ય ગાયો. વસુદેવે પૂર્વભવમાં સુરૂપસંપન્ન થવાના નિયાણાપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા કરી. ભાવનારૂપ તપશ્ચર્યા ફળી. સુરૂપસંપન્ન દેહ પામ્યા. તે સુરૂપ ઘણા વિક્ષેપનું કારણ થયું. સ્ત્રીઓ વ્યામોહ પામી પાછળ ફરવા લાગી. નિયાણાનો દોષ વસુદેવને પ્રત્યક્ષ થયો. વિક્ષેપથી છૂટવા ભાગી જવું પડ્યું.
મને આ તપશ્ચર્યાથી ઋદ્ધિ મળો કે વેભવ મળો કે અમુક ઇચ્છિત થાઓ” એવી ઇચ્છાને નિયાણું, નિદાન દોષ કહે છે. તેવું નિયાણું ન બાધવું ઘટે.
સુત્ર જય વિયરાય'માં કહ્યું છે કે હે ભગવાન તારા શાસનમાં નિયાણા બાંધવાની ના કહી છે. ગમે તે ધાર્મિક ક્રિયાઓ, તપશ્ચર્યા, જપ, તપ કરતાં કાંઈપણ ઇચ્છા ન કરવી એમ કહ્યું છે, છતાં હું તો આટલું માગ્યા વગર રહી શકતો નથી કે ભવોભવ તારા પદની મને સેવા હોજો. એવું માગે છે એ પ્રશસ્ત નિયાણું ગણાય છે.
ઉ. નોં. - ૧૪ જે બહુ ભોગવાય છે તે બહુ ક્ષીણ થાય છે. સમતાએ કર્મ ભોગવતાં તે નિર્જરે છે; ક્ષીણ થાય છે. (નાશ પામે છે.) શારીરિક વિષય ભોગવતાં શારીરિક શક્તિ ક્ષીણ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org