________________
શ્રી ઉપદેશ નોંધ
૨૫૯
આ બત્તીના પ્રકાશમાં ભળી જાય છતાં બધા જુદા છે એ પ્રમાણે સિદ્ધાલયમાં દરેક જીવ પોતપોતાના પ્રદેશમાં આનંદમાં રહ્યા હોય.
હિન્દુ ધર્મ એમ કહે છે કે પ્રકાશમાં પ્રકાશ ભળી ગયો. આપણા આત્માનો પ્રકાશ પરમાત્માના પ્રકાશમાં મળી ગયો. જો એમ હોય તો પછી સિદ્ધના સ્વરૂપનું જુદું અનુભવવાપણું ક્યાં રહ્યું ? એટલા માટે જૈન દર્શન એમ કહે છે.
પ્રત્યેક સિદ્ધાત્માની જ્ઞાયક સત્ત્વ લોકાલોકપ્રમાણ, લોકને જાણનાર, છતાં લોકથી ભિન્ન છે.
દરેક સિદ્ધાત્મા વિશેનું કથન છે. જાણવાની સત્તા લોકને જાણે, અલોકને જાણે. એ ઋષભદેવ ભગવાનનો આત્મા જાણે, અને મહાવીર ભગવાનનો આત્મા પણ જાણે અને ગૌતમસ્વામીનો આત્મા પણ જાણે. આ શરીર અને ઇંદ્રિયોને જાણનાર આત્મા છે, છતાં તેનાથી ભિન્ન છે. ત્રણે પ્રકારનાં શરીરથી ભિન્ન છે. પાંચે ઇન્દ્રિયોથી ભિન્ન છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી ભિન્ન છે. જુદા જુદા પ્રત્યેક દીવાનો પ્રકાશ એક થઈ ગયા છતાં દીવા જેમ જુદા જુદા છે, એ ન્યાયે પ્રત્યેક સિદ્ધ આત્મા જુદા જુદા છે.
આ મુક્તાગિરિ અદિ તીર્થોની છબીઓ છે.
આ ગોમટેશ્વર નામથી પ્રસિદ્ધ શ્રી બાહુબળસ્વામીની પ્રતિમાની છબી છે. બેંગલોર પાસે એકાંત જંગલમાં ડુંગરમાંથી કોતરી કાઢેલી સિત્તેર ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમા છે. આઠમા સૈકામાં શ્રી ચામુંડરાયે એની પ્રતિષ્ઠા કરી છે. અડોલ ધ્યાને કાઉસગ્ગમુદ્રાએ શ્રી બાહુબળજી અનિમેષનેત્રે ઊભા છે.
અડોલ ધ્યાન ! આપણું ધ્યાન કેવું રહે છે ? કાયોત્સર્ગ મુદ્રા જ એવી છે કે કાયાનો ઉત્સર્ગ. (કાયા બાદ)એ ધ્યાનમાં કાયાનું ધ્યાન જ ન હોય. એ કાયોત્સર્ગ મુદ્રામાં અને લાંબા હાથ કરીને જે ધ્યાન હોય તે.
હાથપગે વૃક્ષની વેલીઓ વીંટાઈ છતાં દેહભાનરહિત ધ્યાનસ્થ શ્રી બાહુબળજીને તેની ખબર નથી. કૈવલ્ય પ્રગટ થવા યોગ્ય દશા છતાં જરા માનનો અંકુરો નડ્યો છે.
એમની આંખો મટકું ન મારે. જ્ઞાની હોય, મહાત્મા હોય એની આંખો મટકું ન મારે કારણ કે એ આત્મામાં ડૂબેલા હોય. આંખ તો ઉઘાડી જ હોય, છતાં ડૂબેલાં હોય. કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેવી દશા છે છતાં પ્રગટ થતું નથી તેનું કારણ શું ? પોતે ઋષભદેવ ભગવાન પાસે જાય તો પોતાના ૯૮ નાનાભાઈ દીક્ષિત છે. પહેલા નાનાભાઈઓએ દીક્ષા લીધી.હતી. શ્રી બાહુબળજી પાછળથી દીક્ષિત થયા હતા, એટલે પોતાના ૯૮ નાનાભાઈઓને પગે લાગવું પડે એ મનમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org