________________
શ્રી ઉપદેશ નોંધ
૨૫૭
હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઇર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લોકોને વાળવા, લોકોપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ. એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે. તેવા ભાગ્યવાન, માહામ્યવાન, ક્ષયોપશમવાન જ કરી શકે. જુદાં જુદાં દર્શનોનો યથાવત્ તોલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્યસ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે તેવા પુરુષ લોકાનુગ્રહ, પરમાર્થપ્રકાશ, આત્માર્પણ કરી શકે.
શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસનાં અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો. શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો વળ્યા, આકર્ષાયા. વીતરાગધર્મ વિમુખતા વધતી ચાલી. અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તો મૂર્છા પામી રહ્યો છે, તેને વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મરૂપે મુકાય તો તે વેરાગ્ય ભણી કેમ વળી શકે? આમ વીતરાગમાર્ગ વિમુખતા વધી.
ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જેનમાં જ ઊભો થયો. પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય એટલે મૂર્તિપૂજામાં નહીં માનનાર એવા સ્થાનકવાસી ધર્મને માનનારા.
ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દષ્ટિવિમુખ થયા. વીતરાગશાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાક તો સમૂળગા ખંડાયાં. આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી નહીં એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસો વરસ પૂર્વે થયાં. શ્રી આનંદઘનજીએ સ્વપર હિતબુદ્ધિથી લોકોપકારપ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શક્યાં, ઓળખી કદર કરી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયોગે લોકોપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતો નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તવું યોગ્ય છે. આવી વિચારણાએ, પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી ચોવીશી, પદ આદિ વડે લોકોપકાર તો કરી જ ગયા. નિષ્કારણ લોકોપકાર એ મહાપુરુષોનો ધર્મ છે.
પ્રગટપણે લોકો આનંદઘનજીને ઓળખી ન શક્યાં. પણ આનંદઘનજી તો અપ્રગટ રહી તેમનું હિત કરતા ગયા. અત્યારે તો શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વિષમતા, વીતરાગમાર્ગ વિમુખતા વ્યાપેલી છે. શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબોધ તીવ્ર હતો. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org