________________
શ્રી ઉપદેશ નોંધ
૨૫
લો જુઓ ! આપણે તો હવે અંગ્રેજી માધ્યમ હોય એવી શાળામાં જ છોકરાઓને દાખલ કરો માટે પડાપડી કરીએ છીએ. પરંતુ કૃપાળુદેવ કહે છે કે “અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું.” આ માર્ગે જેને જવું હોય એને માટે લખે છે કે ખરી જરૂર સાચા જ્ઞાનની છે.
✩
ઉ. નોં. --
શ્રીમદ્ આનંદઘનજી શ્રી અજિતનાથજીના સ્તવનમાં સ્તવે છે
‘તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર – પંથડો.’
એનો અર્થ શું ? જેમ યોગનું - મન, વચન, કાયાનું તારતમ્ય અર્થાત્ અધિકપણું તેમ વાસનાનું પણ અધિકપણું, એવો ‘તરતમ યોગે રે તરતમ વાસના રે'નો અર્થ થાય છે;
જેમ વધારે બુદ્ધિશાળી હોય એમ એનું અહંપણું વધારે હોય એટલે એની વાસના પણ વધારે હોય.
-
અર્થાત્ કોઈ બળવાન યોગવાળો પુરુષ હોય તેનું મનોબળ, વચનબળ આદિ બળવાન હોય અને તે પંથ પ્રવર્તાવતો હોય પણ જેવો બળવાન મન, વચનાદિ યોગ છે, તેવી જ પાછી બળવાન વાસના મનાવા, પૂજાવા, માન, સત્કાર, અર્થ (પેસો), વેભવ આદિની હોય તો તેવી વારાનાવાળાના બોધ વાસિત બોધ થયો; કષાયયુક્ત બોધ થયો; વિષયાદિની લાલસાવાળો બોધ થયો; માનાર્થ થયો; આત્માર્થે બોધ ન થયો. શ્રી આનંદઘનજી શ્રી અજિત પ્રભુને સ્તવે છે કે હે પ્રભુ ! એવો વાસિત બાંધ આધારરૂપ છે તે મારે નથી જોઈતો. મારે તો કષાયરહિત, આત્માર્થસંપન્ન, માનાદિ વાસનારહિત એવો બોધ જોઈએ છે.
એવા માણસનો બોધ જોઈએ છે.
એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું.
ગવેષણા એટલે તપાસ, શોધ.
મન વચનાદિ બળવાન યોગવાળા જુદાજુદા પુરુષો બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે; પણ હે પ્રભુ ! વાસનાના કારણે તે બોધ વાસિત છે; મારે તો નિર્વાસિત બોધ જોઈએ છે. તે તો, હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અજિતદેવ ! તારો છે. તે તારા પંધને હું ખોજી, નિહાળી રહ્યો છું. તે આધાર મારે જોઈએ છે. કારણ કે પ્રગટ સત્યથી ધર્મપ્રાપ્તિ થાય છે. આનંદઘનજીની ચોવીસી મુખપાઠે કરવા યોગ્ય છે. તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે. તેમ કરશો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org