________________
૨૫૬
શિક્ષામૃત
ઉ. નોં. - ૯ પ્ર.- આપ જેવા સમર્થ પુરુષથી લોકોપકાર થાય એવી ઇચ્છા રહે એ સ્વાભાવિક છે. કોઈએ કૃપાળુદેવને પૂછવું એનો ઉત્તર આપે છે. ઉ.- લોકાનુગ્રહ સારો ને જરૂરનો કે આત્મહિત?
આમ આત્માનું હિત કરવું એ જરૂરનું છે કે લોકનો અનુગ્રહ કરવો એ સારો ? આત્મહિત કરવું એ સારું. ક્યારેક અનુગ્રહતામાં જોખમદારી ઘણી રહેલી હોય છે. માટે કોઈ એવો બોજો કરશો નહીં. અમારા તો જે મુમુક્ષુઓ થઈ ગયા એ તો થઈ ગયા.
મ. એટલે મનસુખલાલ. ડૉક્ટર ભગવાનદાસભાઈના પિતાશ્રીએ કહ્યું. મ. - સાહેબ, બન્નેની જરૂર છે. એમ કરીને આ તો છટક્યા એટલે કહે છે કે બન્નેની જરૂર છે
શ્રીમદ્ - શ્રી હેમચંદ્રાચાર્યને થયા આઠસો વરસ થયાં. શ્રી આનંદઘનજીને થયા બસો વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો.
લોકની ઉપર કૃપા કરવામાં આત્મા અર્પણ કર્યો,
શ્રી આનંદઘનજીએ આત્મહિત સાધનપ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષયોપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યા. ત્રીસ હજાર ઘર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઈ.
આ ત્રીસ હજાર બધા ઓશવાળ છે. ઓશવાળ ઓરપાક જાતના રજપૂત હતા. એ બધા શ્રી હેમચંદ્રાચાર્ય પાસે વ્રત લઈ શ્રાવક બન્યા હતા.
શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં એક લાખ માણસ હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, તો દોઢ લાખ અનુયાયીઓનો એક જુદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તો પ્રવર્તાવી શકત. પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વિતરાગ સર્વજ્ઞ, તીર્થકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તીર્થકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા.
પ્રકાશ કરનારા એમ નથી લખ્યું, પણ પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા એમ લખ્યું. વીતરાગ માર્ગનો પરમાર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો. તેમ કરવાની જરૂર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org