________________
શિક્ષામૃત
ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપરા અનુભવરે ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નેમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના ?
ઉ. નોં. - ૧૧ મારું ગાયુ ગાશે, તે ઝાઝા ગોદા ખાશે; સમજીને ગાશે તે વહેલો વેકુંઠ જાશે.
(નરસિહ મહેતા) સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પોતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તો માર ખાઈ જ બેસે. માટે મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. જો આ પ્રમાણે કરે તો તે વહેલામાં વહેલો નિર્વાણને પામે.
- ઉ. નોં. - ૧૨ પરમકૃપાળુદેવ મુંબઈમાં બીજા ભોઈવાડાના મંદિરમાં પ્રતિમા ભક્તિ કરે છે તેની નોંધ છે. (બીજા ભોઈવાડામાં શ્રી શાંતિનાથજીના દિગમ્બર મંદિરમાં દર્શન પ્રસંગનું વર્ણન) પ્રતિમા નીરખી છેટેથી વંદન કર્યું. છેટેથી દેખાણા ત્યારે વંદન કર્યું. ત્રણવાર પંચાંગ પ્રણામ કર્યા. ત્રણવાર ખમાસણા લીધા.
શ્રી આનંદઘનજીનું શ્રી પદ્મપ્રભુનું સ્તવન સુમધુર, ગંભીર સુસ્પષ્ટ ધ્વનિએ ગાયું. જિન પ્રતિમાનાં ચરણ તળાંચાં (સ્પર્ધો). એક નાની પંચધાતુની જિન પ્રતિમા કાયોત્સર્ગ મુદ્રાની અંદરથી, કોરી કાઢેલી હતી. તે સિદ્ધની અવસ્થામાં થતાં ઘનની સૂચક હતી. તે અવગાહના બતાવી કહ્યું કે જે દેહે આત્મા સંપૂર્ણ સિદ્ધ થાય તે દેહપ્રમાણથી કિંચિત્ જૂન જે ક્ષેત્રપ્રમાણ ઘન થાય તે અવગાહના. જીવો જુદા જુદા સિદ્ધ થયા. તે એક ક્ષેત્રે સ્થિત છતાં પ્રત્યેક જુદા જુદા છે. નિજ ક્ષેત્રઘન પ્રમાણ અવગાહનારો છે.
કૃપાળુદેવ પોતે અવગાહના સમજાવે છે. ઋષભદેવ ભગવાનની પ00 ધનુષની કાયાં હતી તો તે સિદ્ધાલયમાં એમની કાયાથી બે તૃતીયાંશ જેટલી જગ્યા રોકે. મહાવીર ભગવાનની ૭ હાથની કાયા હતી તો ૭ x ૨ = ૧૪૩ એટલે પાંચ હાથથી થોડુંક ન્યૂન એટલી અવગાહના, તે રોકે છતાં પોતપોતાના સ્વભાવમાં લીન હોય. આ કેમ બનતું હશે એમ પ્રશ્ન થાય. એના જવાબ એમ છે કે એક બત્તી હોય અને સામા પાંચ સાત દીવા મૂક્યા હોય તો એ દીવાનો પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org