________________
૨૫૪
એ દૃષ્ટિઓ આત્મદશામાપક (થર્મોમિટર) યંત્ર છે.
એ આઠ દૃષ્ટિની સમજણ દ્વારા આપણી ભૂમિકા શું છે, આપણી આધ્યાત્મિક દશા શું છે, એનું માપ આપણે કાઢી શકીએ એવી છે.
શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે.
શાસ્ત્ર એ જાળ છે. નાસ્તિક એમ કહેતા હશે.
શાસ્ત્ર એટલે શાસ્તાપુરુષનાં વચનો.
જેને અનુભવ થયો છે એવા મહાત્માઓનાં એ વચનો છે.
એ વચન સમજાવા દૃષ્ટિ સમ્યક્ જોઈએ.
શિક્ષામૃત
જ્યાં સુધી સભ્યષ્ટિ થાય નહીં ત્યાં સુધી એ વચનો સમજાય નહીં.
સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. પાંચસો હજાર શ્લોક મુખપાઠે કરવાથી પંડિત બની જવાતું નથી. છતાં થોડું જાણી ઝાઝાનો ડોળ કરનારા એવા પંડિતોનો તોટો નથી. ઋતુને સન્નિપાત થયો છે.
કૃપાળુદેવે આ લખ્યું છે સં. ૧૯૫૫માં અને ૧૯૫૬માં કાળ પડવાનો છે એ એમને પહેલેથી ખબર પડી જાય છે. આપણે હમણાં બોલતા હતા કે હમણાં જ્યાં ગરમી હોવી જોઈએ ત્યાં ઠંડી છે અને જ્યાં ઠંડી હોવી જોઈએ ત્યાં ગરમી છે એટલે ઋતુ ઊંધી ચાલે.
ઋતુને સન્નિપાત થયો છે એમ કૃપાળુદેવ પોતે લખે છે. એ ૧૯૫૬નો દુકાળ પડવાનો છે, એ ઋતુના ચિહ્ન પરથી પોતે કહે છે. અહીં નીચે ફૂટનોંધમાં લખ્યું છે કે -
આ વર્ષ ૧૯૫૫નું ચોમાસું કોરું ગયું અને ૧૯૫૬નો ભયંકર દુકાળ પડ્યો.
એટલે જ તેઓ કહે છે કે ઋતુને સન્નિપાત થયો છે.
એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા રોજ કમાતા બેરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુર્થાંશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે ! હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેનો, એવો બેરિસ્ટર મૂર્છાયોગે નજીવી ચીજ માટે વલખાં મારે ! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી.
આત્માની કેટલી શક્તિ છે તે જુઓ.
અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે. ભણ્યા હોત તો કલ્પના વધત, કલ્પનાને તો છાંડવી છે. ભણેલું ભૂલ્યે છૂટકો છે. ભૂલ્યા વિના વિકલ્પ દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org