________________
શ્રી વચનામૃતજી
૮ ૧
હાલ જે કરીએ છીએ તે વેપાર વિશે મને વિચાર આવ્યા કરેલ, અને ત્યાર પછી અનુક્રમે તે કામની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે.
અમે આ કામ પ્રેરેલું માટે તે સંબંધી બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી, નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. પણ.. ને દોષ બુદ્ધિ આવી જવાનો સંભવ; તે અનંત સંસારનું કારણ... ને થાય
સત્પુરુષનો જરાક દોષ જુએ તો આગલા માણસનો સંસાર વધી જાય.
એમ જાણી જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું એમ હાલ તો ધાર્યું છે. - જ્ઞાનીને બીજા માણસની અનુકંપા કેટલી હોય છે; એ કર્મ ન બાંધે માટે પોતે સહનશીલતાથી વર્તવું.
આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે. અને તેથી અમે ઘણું કરીને એમની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે; તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ તો જેમ તેમ ચિત્ત સમાધાન કરી રાખ્યા કર્યું છે.
કોઈપણ જીવ પરમાર્થને ઇચ્છે અને વ્યાવહારિક સંગમાં પ્રીતિ રાખે, ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. આ કામની નિવૃત્તિ પૂર્વકર્મ જોતાં તો હાલ થાય તેવું દેખાતું નથી.
આ કામ પછી ત્યાગએવું અમે તો જ્ઞાનમાં જોયું હતું અને હાલ આવું સ્વરૂપ દેખાય છે, એટલી આશ્ચર્યવાર્તા છે. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી, તેમ છતાં ઘણોખરો કાળ આ કામમાં ગાળીએ છીએ; અને તેનું કારણ માત્ર તેમને દોષ બુદ્ધિ ન આવે એટલું જ છે; તથાપિ અમારી વર્તના જ એવી છે, કે જીવ તેનો જો ખ્યાલ ન કરી શકે તો તેટલું કામ કરતાં છતાં પણ દોષ બુદ્ધિ જ રહ્યા કરે.
૩૪૭ કૃપાળુદેવે સોભાગભાઈને લખેલા પત્રમાંથી નીચેના અમૃતવચનો લીધેલા છે.
અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિનો જોગ વિશેષપણે ઉદય પ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે.
અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org